વલસાડ પંથક માં રાત્રી દરમિયાન પશુચોર ટોળકી સક્રિય થઈ છે અને જુદાજુદા વિસ્તાર માંથી રખડતા પશુઓ ઉઠાવી જતા હોવાની વાત નો ચોકવનારો મામલો પ્રકાશ માં આવ્યો છે .
વાપીના ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત ગુરૂકૃપા બંગલોની સામેથી 27 સપ્ટેમ્બર 2020ની મોડી રાત્રે એક સફેદ કલરની કારમાં આવેલા પાંચ લોકો રસ્તાની બાજુમાં બેસેલી ગાયને બળજબરીથી કારના પાછળના ભાગે નાખીને જવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. આ બાબતે ગૌપ્રેમીઓ એ સીસીટીવી ફૂટેજ જોયા ત્યારે જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. ગત બુધવારે પણ રાત્રે ફરીવાર આ ગેંગ ચલા વિસ્તારમાં દેખાઇ હતી. સફેદ કલરની તાવેરા જેવી કારમાં આવેલા ઇસમો ફરીથી એક ગાયને દોરડાથી બાંધીને બળજબરીથી પાછળના ભાગે ભરતા નજરે ચઢ્યા હતા. આશરે 5થી 10 મિનિટમાં તેઓ ગાયને ગાડીમાં ભરી ફરાર થઇ ગયા હતા. ગૌતસ્કરોની આ કરતૂતથી વાપીના જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. રાત્રી દરમિયાન ગાયો ને બિન્દાસ ઉઠાવી જઇ કતલખાને લઈ જવાના આવા બનાવો બનતા હોવાછતાં સ્થાનિક પોલીસ શું કરે છે તેવા સવાલો ઉઠ્યા છે,પોલીસ પેટ્રોલિંગ ની રેકી કર્યા બાદ જ ગુનેગારો આવી ઘટનાઓ ને અંજામ આપતા હોય છે ત્યારે સીસીટીવી ના આધારે પણ જો પોલીસ સક્રિય બને તો પશુઓ ની ચોરી કરતા તસ્કરો ના ઇનપુટ મળી શકે તેમ છે આવી ઘટનાઓ માં ફરિયાદ થાય તોજ તપાસ કરવી તે વલણ ઉચિત નહિ હોવાનું જનતા માં ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ આળસ ખંખેરી પેટ્રોલિંગ સખત બનાવે તે જરૂરી છે અન્યથા ગંભીર ઘટનાઓ પણ બની શકે તે આ કિસ્સા ઉપર થી સ્પષ્ટ થઈ રહ્યું છે.
