વલસાડ જિલ્લા માં કોરોના ની મહામારી વચ્ચે એકપછીએક નવા કોરોના ના કેસો માં થઈ રહેલા વધારા ને જોતા હાલ લોકડાઉન માં કરાયેલી છૂટછાટ જોતા સ્થિતિ વકરે નહિ તે માટે સ્થાનિક અગ્રણીઓ અને તંત્ર પગલાં ભરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વાપી નગરપાલિકાના પ્રમુખ તથા હોદેદારો, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, વેપારી એસોસીએશન સાથે બેઠક યોજીને વાપી શહેર તા.૨૪/૦૫/૨૦૨૦ને રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનું નકકી કરાયું છે. આવશ્યક ચીજ વસ્તુઓ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધી મળી રહેશે. તેમ જણાવાયું છે.
