સુરતમાં ગેરકાયદે કેમિકલ રિફીલિંગ ની દુર્ઘટના બન્યા બાદ જેતે સમયે તંત્ર દોડતું થઈ ગયું હતું પણ હવે જાણે કે બધું ભુલાઈ ગયું હોય તેમ ફરી આવા ગેરકાયદે કેમિકલ નો પર્દાફાશ થયો છે.
સરીગામ જીઆઈડીસીનાં એન્જિનિયરિંગ ઝોનમાં આવેલી આરતી ડ્રગ્સ કંપનીનું યુનિટ 2નું 30ટન પ્રવાહી કેમિકલ ભરેલું ટેન્કર ભીલાડ આરટીઓ કચેરી નજીક થી વાપી એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે.આ ટેન્કર સરીગામની કંપનીમાંથી બોઈસર વેચાણ માટે જવાનું હતું પણ તે પહેલાં જ ઝડપાઈ ગયું છે જરૂરી કાગળો નહી હોવાથી ટેન્કર ઝડપી લેવામાં આવ્યું છે.ચાલક સહિત ત્રણ ઈસમની પોલીસે અટક કરી છે.સરીગામ ની આરતી ડ્રગ્સ કંપની ફરી વિવાદ માં આવી છે,અગાઉ કેમિકલ વેસ્ટ ની ટ્રક ઝડપાઈ હતી તો આ વખતે વગર બિલ નું કેમિકલ ભરેલ ટેન્કર પોલીસ એ ઝડપ્યું છે, શું વગર બિલ નું કેમિકલ ટેન્કર મહારાષ્ટ્ર માં કેમ લઈ જવાતું હતું ત્યારે અનેક સવાલ હાલ આ ઘટના ને લઈ ઉઠ્યા છે ગુજરાત પોલ્યુશન બોર્ડ તપાસ કરે તો મામલો બહાર આવે તેમ છે.
અત્રે નોંધનીય છે કે સરીગામ જીઆઇડીસીનાં એન્જિનિયરિંગ ઝોનમાં રોડ નંબર 2 પર આવેલી આરતી ડ્રગ્સનું ગત સપ્ટેમ્બર માસમાં પણ સોલિડ વેસ્ટનો નિકાલ કરતું ટેન્કર સ્થાનિક લોકો અને જીપીસીબીની ટીમે ઝડપી લીધું હતું.જે ઘટનાનાં છ માસ થયા ત્યાં ફરી શનિવારે સવારે 5 કલાકે વાપી એસઓજીની ટીમે ભીલાડ આરટીઓ કચેરી પરથી સરીગામથી બોઇસર જતું ટેન્કર નં.GJ.15.AX.2810 ઝડપી પાડ્યું છે. આ ટેન્કરમાં રૂ.338760 નું 30460 લિટર પ્રવાહી કેમિકલ ભરેલું મળી આવ્યું હતું. ટેન્કરચાલક અનિષ ખાન રફિક્ખાન ખાન, મજિબૂલખાન વાજીબ ખાન અને અક્ષર અલી ખાન મજબૂર ખાન તમામ રહે, બોઈસર, અવધ નગર, પાલઘરની અટક કરી હતી.
પોલીસે 5લાખ કિંમતનું ટેન્કર તથા રૂ.338760 કિંમતનું કેમિકલ પ્રવાહી સાથે કુલ રૂ.8,38760નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ટેન્કર સાથે ઝડપાયેલા ચાલક કેમિકલ વહન માટે જરૂરી દસ્તાવેજ રજુ કરી કરી શક્યો ન હતો. પૂછપરછમાં આ કેમિકલ કંપનીમાંથી તાંબે નામના કર્મચારીએ ભરાવી બોઈસર વેચાણ માટે લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે વાપી એસઓજીના અશોક રમા શંકરે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
