સાંસદ અને આદિવાસી સમાજ ના નેતા મોહન ડેલકર સુસાઈડ કેસ માં ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા CBI તપાસ ની માંગ કરવામાં આવી છે.
દાનહ ના લોકપ્રિય સાંસદ મોહન ડેલકર ને આત્મહત્યા કરવાની ફરજ પાડનારાઓ ને ખુલ્લા પાડી તેઓ ને કડક સજા કરવા આદિવાસી સમાજ માં માંગણી ઉઠી છે.
ધરમપુર સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ આદિવાસી સમાજના મસીહા સ્વ.મોહનભાઈ ડેલકર ના મૃત્યુની નિષ્પક્ષ CBI તપાસ કરવાની માંગ સાથે મહામાહિમ રાષ્ટ્રપતિને સંબોધિત કરતું આવેદનપત્ર પ્રાંત કચેરીમાં સુપ્રત કર્યું હતું.જો નિષ્પક્ષ CBI તપાસ ન કરવામાં આવે તો આદિવાસી સમાજ રાજ્ય વ્યાપી આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે. ધરમપુરના ડો.ડી.સી.પટેલે જણાવ્યુ હતું કે,આદિવાસી નેતા યુવાન લીડરના મૃત્યુના સમાચારથી સમગ્ર આદિવાસી સમાજ ખુબજ આઘાતની લાગણી અનુભવે છે. જે થયું છે તેની નિષ્પક્ષ તપાસ થાય અને આદિવાસી સમાજને ન્યાય મળે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.ધરમપુર આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલ, ખારવેલના પૂર્વ સરપંચ રાજેશ પટેલ, પાલિકા સભ્ય નરેશ પટેલ વગરે અગ્રણીઓ એ આવેદનપત્ર પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
મોહન ડેલકર આત્મહત્યા કેસ માં આદિવાસી સમાજ માં ભારે રોષ ની લાગણી ફેલાઇ છે ત્યારે આગામી દિવસો માં આ પ્રકરણમાં આંદોલન થાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
