દાનહમાં ચાર વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર કરી દુષ્કર્મ બાદમાં હત્યા કરી લાશના ટુકડા ટુકડા કરી ટોયલેટની બારીમાંથી ફેંકી દેવાનો હીંચકારો બનાવ સામે આવ્યો છે, આ ઘટના માં પોલીસે નરોલીમાં 40 ફ્લેટમાં તપાસ કર્યા બાદ એક ફ્લેટ ની ટોઈલેટની બારીનો કાચ તૂટેલો હોવાથી આરોપી સુધી પોલીસ પહોંચી ગઈ હતી. નરાધમ પડોશી સંતોષ રજતે ગ્રાઉન્ડ માં અન્ય બાળકો ભેગી રમતી બાળા ને ઉઠાવી લાવી રેપ કરી પકડાઈ જવાની બીક થી મર્ડર કરી ઘાતકી રીતે માસૂમ બાળકી ના શરીર ના ટુકડા કરી થેલા માં ભરી ટોયલેટ માંથી નીચે ફેંકી દીધા હતા.
દાનહના સેલવાસ ખાતે નરોલીના એક સોસાયટીમાં રહેતા પરિવારની 4 વર્ષીય દીકરી શુક્રવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન તે બિલ્ડીંગ નીચેથી અચાનક ગુમ થઇ જતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જેઓ દ્વારા બાળકીની ભારે શોધખોળ શરૂ કરાઇ હતી પરંતુ કોઇ જગ્યાએ પત્તો ન લાગતા આખરે નરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ દરમ્યાન બિલ્ડીંગના ટોયલેટના પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતા તેને ઉતારી અંદર ચકાસણી કરતા ગુમ બાળકીના લાશના ટુકડા અંદરથી મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પહેલા માળે આવેલ એક ફ્લેટના ટોયલેટની બારીનો કાંચ તૂટેલી હાલતમાં દેખાતા તે ફ્લેટની અંદર સૂતેલી હાલતમાં એક ઇસમ મળી આવ્યો હતો અને રૂમની અંદર જોતા ઠેરઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું. જેથી આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઇસમ અગાઉ પણ છેડતી મામલે લોકો ના હાથે માર ખાઈ ચુક્યો છે તેણે જ બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉંચકી લઇ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતા મોત થઇ ગયા બાદ લાશના ટુકડા ટુકડા કરી ટોયલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું હતું.
બાળકી ના પિતા એટલી હદે ભાંગી પડ્યા હતા કે તેઓ એ ફીનાઇલ પી લીધું હતું જેઓ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત થઈ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.