સંઘ પ્રદેશ ના સેલવાસ-નરોલી રોડ પર અથાલ ગામ નજીક રોડ પર રખડતા પશુઓ ની ફરિયાદ વચ્ચે ગાય રોડ ઉપર આવી જતા ટ્રકના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળ જાન લઈને આવતી લક્ઝરી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 14 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા જોકે બસમાં મોટાભાગે મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના અંગે ની જાણ થતાજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કરી 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. તમામને સામાન્ય ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામા આવી હતી.
રોડ ઉપર રખડતા પશુઓ પણ ઘણી વખત અકસ્માત નો ભોગ બની રહ્યા છે ત્યારે આ મામલે પશુ માલિકો પોતાના પશુઓ ને રખડતા ન છોડી દે તેવી માંગ ઉઠવા પામી છે.
