દાનહના સુરંગી માં વહેલી સવારે જોરદાર બ્લાસ્ટ થતા લોકો માં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો આ ધડાકો એક હોટલ કમ મીઠાઇ ની દુકાન માં થયો હોવાની વિગતો બહાર આવી હતી.
વિગતો મુજબ દાનહ ના ત્રણ રસ્તા પાસે આવેલ ફરસાણ વેેેચતી માઁ ચામુંડા હોટલ અને સ્વીટ નામની દુકાન માં વહેલી સવારે 6 કલાકે ગેસ ના સિલિન્ડર માં બ્લાસ્ટ થયો હતો આ દુકાનના મૂળ રાજસ્થાન ના વતની અને સંચાલક દેરારામ કે જેઓ દુકાન ખોલ્યા બાદ ગેસ ચાલુ કરવા ગયા ત્યારે જ બ્લાસ્ટ થયો હતો
ગેસના પાઈપમાં આગ લાગવાને કારણે જોત જોતામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેનાંથી દુકાનનો સામાન પતરા તુટીને હવામાં ફંગોળાયા હતા ને ફુરચેફુરચા થઇ ગયા હતા.આ બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે ગામથી બે કિલોમીટર દુર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ધડાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા દેરારામને 108એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો.ઘટના બાદ તપાસ માં સિલિન્ડર લીકેજ થતા દુકાન માં ફેલાયેલા ગેસ ના કારણે ગેસ ચાલુ કરતા જ સીલિન્ડર માં બ્લાસ્ટ થઈ ગયો હતો જોકે, સદનસીબે દુકાનદાર દેરારામ નો જીવ બચી ગયો હતો પરંતુ ઘાયલ અવસ્થા માં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
