વલસાડ માં દેશી દારૂ નો ચાલે છે બાર ! ‘ચાખણા’ સાથે દારૂની થાય છે રેલમછેલ અહીં પોટલી લઈ બેસી જવાની ફેસેલીટી ઉપલબ્ધ છે.
દક્ષિણ ગુજરાત ના છેવાડે આવેલા વલસાડ માં દેશી-વિદેશી દારૂ ની હાટડીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે અગાઉ પણ સત્ય ન્યૂઝ ની ટીમે વલસાડ રેલવે ઉપર જ ટ્રેન માં દારૂની થઈ રહેલી હેરાફેરી નો પર્દાફાશ કર્યો હતો અને વલસાડ માં પણ અનેક જગ્યા એ દેશી-વિદેશી દારૂ મળતો હોવાના અહેવાલો છાપી ચૂક્યા છે ત્યારે વલસાડ માં ધરમપુર તરફ જતા ઓવર બ્રિજ પાસે દેશી દારૂનો ખુલ્લેઆમ બાર ચાલી રહ્યો છે.
આ બાર ગુજરાત હદ માં વલસાડ માં જ ચાલી રહ્યો છે અને દમણ ની જેમજ અહીં દારૂ પીનારા લોકો ચાખણા લઈ ગ્લાસ માં દારૂ નાખી બિન્દાસ ચૂસકીઓ મારતા નજરે પડી રહ્યા છે.
વલસાડ માં અહીં ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા ઉપર બંધાણીઓ ને જાણે કોઇ જ ડર હોય તેવું જણાતું નથી કારણ કે તેઓ બિન્દાસ છે અને જાણે સેફ હોવાની લાગણી તેઓ ના ચહેરા ઉપર જોઈ શકાતા હતા
સત્ય ની ટીમે અહીં બિન્દાસ દેશી દારૂ ના ચાલી રહેલા બાર માં જઇ જે કેમેરા માં કેદ કર્યું તે ઉપર થી લાગે કે વલસાડ માં કેટલી દારૂબંધી પાળવામાં આવે છે.
વલસાડ માં દારૂ ની ચાલતી હાટડીઓ નો આ એક માત્ર નમૂનો અત્રે પ્રસ્તુત કર્યો છે.