કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના સંક્રમિત બન્યા હોવાનું જાણવા મળ્યું છે,ગુજરાત સરકારના મંત્રીને કોરોના નું સંક્રમણ લાગ્યું છે. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત આવતા તેઓ સાથે સંપર્કમાં આવનાર અન્ય અગ્રણીઓ ને પણ ટેસ્ટ કરાવવા જણાવાયુ છે.
ઉલ્લેખનીય છે કે જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.
રાજ્ય માં 2022 ના નવા વર્ષ ના પ્રારંભે જ જાન્યુ.ના 5 દિવસમાં જ કોરોના ના 8911 કેસ અને 24 કલાકમાં જ કોરોનાના 3350 અને ઓમિક્રોનના 50 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માં ચિંતા છે જ્યારે બીજી તરફ સરકાર વાયબ્રન્ટ સમીટ યોજવા મક્કમ છે અને રાજ્ય માં સ્કૂલ-ટ્યુશન ચાલુ છે ચારે તરફ ભીડ અને માસ્ક નો અનાદર વગરે આગામી દિવસો માં ભારે પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સચિવાલય માં પાંચ અધિકારીઓ કોરોના સંક્રમિત બન્યા બાદ હવે જીતુ ભાઈ ચૌધરી પણ કોરોના સંક્રમિત બનતા અન્ય નેતાઓ માં પણ ચિંતા જોવા મળી રહી છે.
