વલસાડ હાઇવે ઉપર પોલીસ ની ભીંસ વધતા બુટલેગરો એ હવે દરિયાઈ માર્ગે દમણ થી દારૂ લાવવાનું શરૂ કર્યું છે જોકે આવું વર્ષો થી ચાલતું રહ્યું છે અને વલસાડ પંથક માં દારૂ જોઈએ તેટલો મળે છે !
વલસાડ ના પારડી તાલુકા ના માંગેલવાડ જેટ્ટી પર પોલીસે બે દિવસ પહેલા છાપો મારી રૂ. એક લાખ થી વધુ ની કિંમત નો દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો, પોલીસે આ રેડ બાતમી મળતા કરી હતી મતલબ કે બાતમી ન મળવાના કિસ્સાઓમાં દારૂ કેટલો વલસાડ માં ઘુસી જતો હશે તે સવાલ છે.
વલસાડ માં જોઈએ તેટલા ચપલા અને બિયર મળે છે ઠેરઠેર મછી માર્કેટ ની જેમ ઝૂંપડાઓ અને ગલીઓ માં વર્ષો થી દારૂ વેચાય છે અને બેવડા પીધે રાખે છે.
દમણ થી બાય રોડ અને
દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છેત્યારે
દમણ થી ગુજરાતમાં બોટમાં લાવવામાં આવી રહેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસે રેડ કરતા 2 આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા જયારે એક આરોપી ઝડપાઇ ગયો હતો.
પોલીસે સ્થળ પરથી બોટ અને પિકપ ટેમ્પો સહિત કુલ રૂપિયા 5.53 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ પારડી તાલુકાના ઉમરસાડી માંગેલવાડ નવી જેટી પર બુટલેગરો દ્વારા દમણથી બોટમાં દારૂનો જથ્થો ભરીને દરિયાઈ માર્ગે દેવકીનંદન બોટ ન. GJ-15-MM-001386માં ત્રણ ઈસમો દારૂનો જથ્થો લઈને પારડી ઉમરસાડી ખાતે આવ્યા હોવાની અને જેટ્ટી ઉપરથી દારૂ નો જથ્થો ને સગેવગે કરવા માટે બોલેરો પીકઅપ ન. GJ-15-AT-1280 મારફતે જિલ્લાના અનેક જગ્યાએ માલ સગેવગે કરવાના હોવાની પારડી પોલીસ ને બાતમી મળતા પોલીસની ટીમે માંગેલવાડ નવી જેટ્ટી ખાતે રેડ કરતા પીકઅપ ટેમ્પો અને બોટ માંથી મળી કુલ 1632 બોટલ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે પીકઅપ ચાલક વિજય પ્રભુભાઈ માંગેલાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસ ને આવતા જોઈ 2 ઈસમો ભાગી છૂટ્યા હતા
પારડી પોલીસે દારૂની બોટલ નંગ 1632 જેની કી.રૂ. 1.03 લાખ, બોટ અને પીકઅપ ટેમ્પો મળી કુલ 5.53 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જયારે ઝડપાયેલ આરોપીના પિતા અને કાકા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. પોલીસે પ્રભુ કાળીદાસ માંગેલા અને પ્રદીપ પ્રભુ માંગેલા તેમજ દારૂ નો જથ્થો ભરાવી આપનાર દમણના વિશાલ ટંડેલ મળી કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ બાય રોડ અને દરિયાઇ માર્ગે દારૂ વલસાડ માં ઘુસાડવામાં આવતો હોવાનું આ નાનકડું ઉદાહરણ માત્ર છે.