વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે ગતરોજ 6 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે 2 ઈંચ વરસાદ પડ્યો છે.
વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતાં શહેરની ગાયત્રી સ્કૂલ નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાય થઇ ગયું હતું જે પાસેના વીજ થાંભલા પર પડતાં વીજ થાંભલાના બે ટુકડા થઈ ગયા હતા.
જેને પગલે આ વિસ્તારમાં અંધાર પટ છવાઇ ગયો હતો. જોકે આ ઘટના રાત્રી સમયે બની હોય સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાનો બનાવ બન્યો ન હતો.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.
જિલ્લા માં સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી વસલાડ જિલ્લા માં નોંધાયેલા વરસાદ ના ઇંચ માં આંકડા જોઈએ તો ઉમરગામ – 1 ઇંચ વરસાદ,પારડી — 3 ઇંચ વરસાદ,વલસાડ — 2 ઇંચ વરસાદ, વાપી– 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા માં સૌથી વધુ વરસાદ પારડી તાલુકા માં નોંધાયો 3 ઇંચ વરસાદ થયો છે.
ભારે વરસાદ ને લઈ પારડી માં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા.
પારડી શહેર તેમજ પારડી હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.