સમીર ખાન વલસાડ
વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના તામછડી ગામે 13 વ્યક્તિઓ સવાર જીપ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3ની હાલત ગંભીર છે.
ધરમપુર તાલુકાના કોરવડ ફાટક નજીક પસેન્જરથી ખીચો ખીચ ભરીને આવતી જીપ પલટી જતા 13 ને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે જ્યારે 3ની હાલત ગંભીર થતા તેઓને સારવાર માટે વલસાડ સિવિલ ખસેડવામાં આવ્યા છે આજ જગ્યા એ અગાઉ પણ અકસ્માત થયો હતો જેમાં જીપ પલટી જવાથી 7ના મોત થયા હતા આજ રોજ વહેલી સવારે બનેલી ઘટનામાં પણ 13 ઇજાગ્રસ્ત થયા છે અમે જેમાં 3 ને ગંભીર ઈજાઓ પહોંચી છે .
ધરમપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.