31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યુ છે. વલસાડ બહારથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ હતું. ટ્રાન્સપોર્ટના વાહનો, ખાનગી લક્ઝરી બસ અને કારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. ખાસ કરીને 31 ડિસેમ્બરે લઈને કોઈ નશીલી ચીજવસ્તુઓ તો લઈને નથી આવતાને તે અંગે તપાસ હાથ ધરી.
થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ અતીરેક ના થાય અને નશામાં ના ડુબે તેમજ જો કોઇએ નશો કર્યો હોય તો તેમને પાઠ ભણાવવા માટે જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા જિલ્લામાં 13 મહત્વના પોઇન્ટો પર પોલીસ ફરજ બજાવશે અને બ્રેથ એનેલાઇઝર સાથે શંકાસ્પદ શખ્સોનું ચેકીંગ કરશે. ફાર્મહાઉસોમાં પણ ખાસ નજર રાખવામાં આવશે.
વલસાડ પોલીસનું મેગા ચેકીંગ, 31ને લઈ જિલ્લા એસ.પી.ના આદેશ અનુસાર હાથ ધરાયુ ચેકીંગ. વલસાડ પ્રવેશતા તમામ વાહનનોનું ચેકીંગ. ટ્રાન્સપોર્ટ, વાહન, લકઝરી બસ, તેમજ કારોનું ચેકીંગ હાથ ધરાયું.