હાલમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાનું શરૂ થયું છે ત્યારે વલસાડના ગુંદલાવ વિસ્તારમાં આવેલ ન્યુ GIDCની બાજુમાં ઝાડીઓમાં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી તમામને કોર્ડન કરી 14 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી કુલ રૂ. 13,700 રોકડા અને 11 મોબાઈલ મળી 34 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
—ઝડપાયેલા જુગારીઓના નામ નીચે મુજબ છે
(1) સામ્બામુર્તી અપાના ચૈત્રી ઉ.વ.55 ધંધો-મજુરી રહે.ગુંદલાવ GIDC જગદીશ ગુડજ વર્કની પાછળ તા.જી.વલસાડ
(2) પ્રસનીજીત ખપ્પા બરમન ઉ.વ.35 ધંધો-નોકરી રહે.ગુંદલાવ ઘડોઇ ફાટક હરેક્રિષ્ના સોમીલ તાઃજી.વલસાડ
(3) ચંદન શુત્રઘન ગુપ્ત ઉ.વ.35 ધંધો-નોકરી રહે.ગુંદલાવ ઘડોઇ ફાટક હરેક્રિષ્ના સોમીલ તાઃજી.વલસાડ
(4) ધીરેન મણીરામ બરમાન ઉ.વ.32 ધંધો-નોકરી રહે.હનુમાન ભાગડા ભગત ટીમ્બલ તા. જી.વલસાડ મુળ
(5) બબલુ લુટન નિસાદ ઉ.વ.32 ધંધો-નોકરી રહે, ગુંદલાવ જેપી નગર ધીરૂભાઇની ચાલ તા-જી.વલસાડ
(6) રાજુભાઇ પહલસિંગ થાપા ઉ.વ.32 ધંધો-નોકરી ગુંદલાવ GIDC હરસિધ્ધી એન્જીનિયરીંગ તા.જી.વલસાડ
(7) ટેકબહાદુર ચંદાબહાદુર ભંડરી ઉ.વ.43 ધંધો-નોકરી રહે.ગુંદલાવ જેકો કંપનીમા તા.જી.વલસાડ
(8) કરણ બેનેદિક આઇન ઉ.વ.38 ધંધો-નોકરી રહે.ગુંદલાવ GIDC ગણેશ સો મીલ તાઃજી.વલસાડ
(9) પિતમ બહાદુર થાપા ઉ.વ.43 ધંધો-સિકયુરીટી રહે.ગુંદલાવ મૈક એન્જીનિયરીંગ કંપની તાજી.વલસાડ
(10) રેહમત અલી સમીર અલી ઉવ.43, ધંધો-મજુરી રહે. ડુંગરી ધનોરી રોડ રામવિજય સો મિલ તાઃજી.વલસાડ
(11) અશોક રૂપસિંગ મુસાહરી ઉ.વ.33 રહે.ગુંદલાવ નવી GIDC સરસ પ્લાયવુડ સૌમીલ તા.જી.વલસાડ
(12) મિહિર અલી હાઇતાલુગુનીયા ઉ.વ.36 ધંધો-મજુરી રહે.ડુંગરી ધનુરી રોડ રામવિજય સો મિલ તાઃજી.વલસાડ
(13) દિપક મેઘનાથ બરમન ઉ.વ.36 ધંધો-મજુરી રહે. ડુંગરી ધનોરી રોડ રામવિજય સો મિલ તાજી.વલસાડ
(14) ગંડુ શંકરરાવ વિરાસ્વામી ઉ.વ.42 ધંધો-મજુરી રહે. ગુંદલાવ નવી GIDC શ્રી ક્રિષ્નાવુડ સો મિલ તા.જી.વલસાડ.
આ તમામ ઈસમો સામે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.