વલસાડ જીલ્લામાં વાહનચોરીના બનાવ બનતા અટકાવવા તથા અનડીટેકટ વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે સુરત વિભાગ , સુરતના પોલીસ મહાનિરીક્ષક વી.ચન્દ્રસેકર તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , ડૉ.કરણરાજ સિંહ વાધેલાની સુચના મુજબ વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. કે.એમ.બેરીયાના નેતૃત્વ હેઠળની ટીમ વાપી ડુંગરી ફળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હરીયાણા રાજય રજીસ્ટ્રેશનની સફેદ કલરની રેનોલ્ટ કાર નં . HR – 05 – AQ – 4687 સાથે ત્રણ ઇસમોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પુછપરછ કરી તેઓ વિરૂધ્ધ સીઆર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ડી , ૧૦૨ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ અને આરોપીઓના કબજામાંથી મળી આવેલ કાર ઉપર ખોટી નંબર પ્લેટ લગાડેલ હતી તથા તેઓએ રજુ કરેલ કરનાલ , આર.ટી.ઓ. હરીયાણાનું ફોર્મ નં .૨૩ , સર્ટીફીકેટ ઓફ રજીસ્ટ્રેશન હરીયાણા સ્ટેટ , ઇન્ડીયા લખેલ પણ ખોટુ હોવાનુ જણાઇ આવેલ તથા પકડાયેલ ત્રણેય ઇસમો વાપી – સેલવાસ વિસ્તારમાં ડમ્પર ચોરી કરવા માટે આવેલ હોવાનું જણાવેલ અને તેઓના કબજામાંથી વાહન ચોરી કરવા માટેના જુદા – જુદા પ્રકારના પાના , ડીસમીસ , તથા અન્ય સાધન સામગ્રી મળી આવેલ હતા આ પકડાયેલ આરોપીઓની વધુ પુછપરછ કરતા ભુતકાળમાં તેઓ મહારાષ્ટ્ર , ગુજરાત , છતીસગઢ રાજયમાં ડમ્પર ચોરી કરવાના ગુન્હામાં સંડોવાયેલ છે . ઉપરોકત ત્રણેય આરોપીઓ ખોટી નંબર પ્લેટ લગાવવા તથા ખોટુ રજીસ્ટ્રેશન ફોર્મ કબજામાં રાખી મળી આવેલ હોય તેઓ ત્રણેય વિરૂધ્ધ ડુંગરા પો.સ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.અને આ ગુનાની આગળની વધુ તપાસ એચ.એ.સિંધા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.સી.બી વલસાડ નાઓ કરી રહેલ છે .
પકડાયેલ આરોપીઓમાં ( ૧ ) ગુરમુખસીંગ ઉર્ફે હરીસીંગ ઉર્ફે બીલ્લા ઉર્ફે બીરલા 5/0 અમરજીતસીંગ ઉર્ફે તારાસીંગ સંધુ ઉ.વ .૫૫ રહે , હાલ . નાશીક , શ્રી સાંઇ રો હાઉસ , ઘર નં .૧૨૩ / ૩ , ગણેશ મંદીરની પાછળ , હિરાવાડી જી.નાશીક મહારાષ્ટ્ર મુળ રહે , ગામ – મેહનીયાકોહારા , થાના – પોસ્ટ – કથુનંગલ જી.અમૃતસર પંજાબ ( ૨ ) બલજીતસિંગ ઉર્ફે બલ્લુ રવૈલસિંગસંધુ ઉ.વ .૪૦ રહે , હાલ નાસીક પંચવટી આઠગામ નાકા વિજયનગર કોલોની ગુરમુખસીંગ ઉર્ફે હરીસીંગ ઉર્ફે બીલ્લા ઉર્ફે બીરલા 5/0 અમરજીતસીંગ ઉર્ફે તારાસીંગ સંધુના મકાનમાં તા.જી.નાસીક મહારાષ્ટ્ર મુળ રહે.ગામ – ચાટીપીન્ડ , મેમાપન્ડોરી રોડ થાના.ચાટીપીન્ડ તા.જી.અમૃતસર પંજાબ ( ૩ ) ઓમપ્રકાશ ઉર્ફે બહાદુર રામમણી યાદવ ઉ.વ .૩૩ રહે.હાલ.દાદર રેલ્વે સ્ટેશનની પાસે , તુલસી પાઈપ રોડ પાસે આવેલ શાકભાજી માર્કેટમાં , દાદર વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર મુળ રહે.ગામ,બસહરા ગૌ શાળાની બાજુમાં થાના મેજા જી.પ્રયાગરાજ યુ.પી. નો સમાવેશ થાય છે.
કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) રેનોલ્ટ LODGY કાર નં . HR – 05 – AQ – 4687 કિ.રૂ .૩,00,000 / ( ૨ ) મોબાઇલ ફોન -૩ કિ.રૂ .૧૫૦૦૦ / – તથા સીમકાર્ડ નંગ -૩ કિ.રૂ .૦૦ / ૦૦ ( ૩ ) HDFC બેંકનું ડેબીટ કાર્ડ કિ.રૂ .૦૦ / ૦૦ તથા રોકડા રૂ .૪૫૦૦ / ( ૪ ) હથોડી , ડીસમીસ તથા અલગ અલગ પ્રકારના અને માપના પાના કુલ નંગ -૬૬ કિં.રૂ .૦૦ / ૦૦ ( ૫ ) રજીસ્ટ્રેશન નં . HR – 05 – AQ – 4687 નું આર.ટી.ઓ. કરનાલ , હરીયાણાના સહી સિકકા વાળું કાગળ કિ.રૂ .૦૦ / ૦૦ કુલ કિ.રૂ .૩,૧૯,૫૦૦ /
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી પકડાયેલ આરોપીઓ ઘણા વર્ષોથી દિવસ દરમ્યાન રોડ ઉપર પાર્ક કરેલ ડમ્પફરની રેકી કરી રાત્રીના સમયે ડુપ્લીકેટ ચાવી તથા ધારદાર પાના / ડીસમીસ વડે ડમ્પફરની ચોરી કરી નાશીક મહારાષ્ટ્ર ખાતે લઇ જઇ ત્યાંથી ઇન્દોર , મધ્યપ્રદેશ ખાતે લઇ જાય છે . જયાં મિકેનિક મારફતે ગાડીના ચેસીસ એન્જીન નંબર ઘસી નાખી તેની જગ્યાએ ટોટલ લોસ થયેલ હોય તેવી ડમ્પફરની આર.સી.બુક , એન.ઓ.સી. , પરમીટ વિગેરે કાગળો તેમના મળતીયાઓ પાસેથી મેળવી તેના એન્જીન ચેસીસ નંબર તથા રજીસ્ટ્રેશન નંબર ચોરી કરેલ ડમ્પફર ઉપર ચડાવી અલગ અલગ રાજયોમાં ડમ્પફરનું વેચાણ કરેલ છે આમ પકડાયેલ આરોપીઓ આર.ટી.ઓ. લગત ડુપ્લીકેટ બનાવેલ અસલ કાગળો સાથે વેચાણ કરવાની એમ.ઓ. ગુન્હાઓ કરવાની ટેવવાળા છે.
● પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ
આરોપી ગુરમુખસીંગ ઉર્ફે હરીસીંગ ઉર્ફે બીલ્લા ઉર્ફે બીરલા 5/0 અમરજીતસીંગ ઉર્ફે તારાસીંગ સંધુ સને -૨૦૧૫ માં ધુલીયા મહારાષ્ટ્ર ખાતે ફાયનાન્સના હપ્તા ચડી ગયેલ હોય તેવી ટ્રકો ટોટલ લોસમાં થઇ ગયેલ હોય તેવી ટ્રકોના એન્જીન ચેસીસ નંબર ચડાવી લીગલ કરીને મધ્યપ્રદેશ , રાજસ્થાન મહારાષ્ટ્ર રાજયમાં કમીશન ઉપર વેચાણ કરતો હતો . સને -૨૦૧૭ માં આ રીતે વેચાણ કરેલ ટ્રકોમાંથી બે ટ્રકો શ્રીરામપુર પોલીસ સ્ટેશન જી.નગર મહારાષ્ટ્ર ખાતે પકડાઇ ગયેલ ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી કુલ -૨૨ ટ્રક / ડમ્પફર રીકવર કરેલ હતા . જે કેસમાં શ્રીરામપુર જેલમાં બે ત્રણમહીના સુધી કૈદ રહેલ હતો.
સને -૨૦૧૭ માં શ્રીરામપુર જૈલમાંથી જામીન ઉપર છુટીને ગેંગના સાગરીત અબ્દુલ કલામ ઉર્ફે પ્રધાન ઇસ્લામ ચૌધરી રહે , સંતકબીરનગર ઉતરપ્રદેશ નાઓ સાથે મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી એક હાઇવા ડમ્પર ટ્રક તથા એક ટ્રકની ચોરી કરેલ અને આ બંને ટ્રકોના એન્જીન ચેસીસ નંબર ચેકી / ઘસી નાખી તેના ઉપર ટોટલ લોસ ટ્રકોના ચેસીસ એન્જીન ચડાવી કાગળ બનાવીને આ બંને ટ્રકો કચ્છ , ગુજરાત ખાતે વેચાણ કરેલ હતી.
સને ૨૦૧૭ માં ગેંગના બીજા સાગરીતો બીજી ટ્રકોના ખોટા કાગળો બનાવવાના કેસમાં મહારાષ્ટ્ર ભીંવડી ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ તેમાં ભીંવડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ અને તે કેસમાં આરોપીઓએ ચોરી કરેલ કુલ -૩૭ જેટલી ટ્રક / ડમ્પફરભીવંડી ક્રાઇમ બ્રાન્ચે રીકવર કરેલી હતી.
• ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતેથી હાઇવા ડમ્પર ટ્રકની ચોરી કરેલ જે ટ્રક સાથે મહારાષ્ટ્ર , વૈજાપુર પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી.
• સને -૨૦૨૦ માં ભાયખલ્લા મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી એક હાઇવા ડમ્પર ટ્રકની ચોરી કરેલ જે ટ્રક ચોરીના કેસમાં ભાયખલ્લા પોલીસે ધરપકડ કરેલ હતી.
• સને .૨૦૨૧ માં સહઆરોપી બલજીતસિંગ ઉર્ફે બલ્લી તથા અન્ય સાગરીતો સાથે છતીસગઢ , રાયપુર જીલ્લામાં નેવરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રકની ચોરીના કેસમાં તીલ્દા નેવરા પોલીસે ધરપકડ કરેલ અને તે કેસમાં રાયપુર સેન્ટ્રલ જેલમાં વીસેક દિવસ સુધી કૈદ હતો તે દરમ્યાન હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયેલ અને હોસ્પીટલમાંથી ફરાર થયેલ છે.
આરોપી બલજીતસિંગ ઉર્ફે બલ્લુ રવૈલસિંગ સંધુ આજથી પાંચેક વર્ષ પહેલા યવલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક ટાટા કંપનીનો એ.સી.ઈ નાનો ટેમ્પાની ચોરીના કેસમાં યવલા પોલીસે ધરપકડ કરેલ હતી.
જાન્યુઆરી -૨૦૨૩ માં નાશીક ઔરંગાબાદ રોડ ઉપરથી એક MH – 15 પાર્કીંગની હાઇવા ડમ્પરની ચોરી કરી તે હાઇવા ડમ્પર ટ્રક અરૂણાચલ પ્રદેશના રજીસ્ટ્રેશન નંબરના ચેસીસ તથા એન્જીન નંબર ચડાવી પંજાબ ખાતે વેચાણ કરેલ હોવાની કબુલાત આપેલ છે . ફેબ્રુઆરી -૨૦૨૩ માં વલસાડ તરફથી એક હાઇવા ડમ્પર ટ્રક ચોરી કરી ઇન્દોર મેકેનીક નગર ખાતે હાઇવા ડમ્પર ટ્રકના ઓરીજનલ ચેસીસ તથા એન્જીન નંબર ઘસી નાખી AR – 18 ( અરુણાચલ પ્રદેશ ) પાસીંગ નંબરની ટ્રકના ચેસીસ એન્જીન નંબર ચડાવી અમૃતસર , પંજાબ ખાતેવેચાણ કરેલ હોવાની કબુલાત કરેલ છે .
ડુંગરા પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૦૦૫૧૨૩૦૫૩૬ / ૨૦૨૩ ઇ.પી.કો. ક .૩૭૯ મુજબ આજથી ત્રણેક વર્ષ પહેલા મહારાષ્ટ્ર , રાયપુર ખાતેથી અશોક લેલન ટ્રક ચોરીના કેસમાં રાયપુર પોલીસે ધરપકડ કરેલ હતી.
• સને ૨૦૨૧ માં સહઆરોપી ગુરમુખસિંગ તથા અન્ય સાગરીતો સાથે છતીસગઢ,રાયપુર જીલ્લામાં નેવરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રકની ચોરીના કેસમાં તીલ્દા નેવરા પોલીસે ધરપકડ કરેલ અને તે કેસમાં રાયપુર સેન્ટ્રલ જેલમાં કૈદ રહેલ હતો .
• આજથી એકાદ વર્ષ અગાઉ આરોપી ગુરમીખસીંગ ઉર્ફે બિલ્લા તથા ઓમપ્રકાશ ઉર્ફે બહાદુરસાથે મહારાષ્ટ્ર , નાગપુર હાઈવે ઉપરથી એક ટાટા ટ્રક ની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે . ફેબ્રુઆરી -૨૦૨૩ માં વલસાડ તરફથી એક હાઇવા ડમ્પર ટ્રક ચોરી કરી ઇન્દોર મેકેનીક નગર ખાતે હાઇવા ડમ્પર ટ્રકના ઓરીજનલ ચેસીસ તથા એન્જીન નંબર ઘસી નાખી AR – 18 ( અરુણાચલ પ્રદેશ ) પાસીંગ નંબરની ટ્રકના ચેસીસ એન્જીન નંબર ચડાવી અમૃતસર , પંજાબ ખાતે વેચાણ કરેલ હોવાની કબુલાત કરેલ છે.