આફ્રિકા માં દેખાયેલા ઓમિક્રોન વેરીએન્ટ વાઇરસે દુનિયાભરમાં ભારે ચિંતા જગાવી છે અને ભારત માં ત્રણ કેસ નોંધાઈ ચુક્યા છે જે પૈકી ગુજરાત ના જામનગર માં પણ એક કેસ નોંધાઈ ચુક્યો છે ત્યારે દેશભરમાં 11 જેટલા દેશોમાંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી એરપોર્ટ ઉપર ચેકિંગ કરાઈ રહ્યું છે તેવા સમયે વલસાડ જિલ્લામાં 21 યાત્રીઓ હાઈ રિસ્ક દેશોમાંથી એન્ટ્રી કરતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી છે તેમાંય આ યાત્રીઓ પૈકી 2 યાત્રીઓ દક્ષિણ આફ્રિકા ના હોવાનું ખુલતા આરોગ્ય વિભાગ હરકત માં આવી ગયું છે અને તમામ યાત્રીઓને કોવિડ ગાઈડલાઈન્સ મુજબ ક્વોરન્ટાઈન રહેવા આદેશ કરવામા આવ્યો છે.
વલસાડ આરોગ્ય વિભાગ ના સૂત્રો ના જણાવ્યા મુજબ જિલ્લા માં હાઇ રિસ્ક દેશો માંથી જે મુસાફરો આવ્યા છે તેમાં સાઉથ આફ્રિકા થી વલસાડ માં બે યાત્રીઓ નોંધાયા છે,જ્યારે યુ.કે થી 7 યાત્રીઓ આવ્યા છે આ સિવાય વાપી માં યુકે થી એક મુસાફર એન્ટર થયો છે તેમજ પારડી માં યુકે થી 4 અને સિંગાપોર થી 4 મળી કુલ 21 મુસાફરો જિલ્લા માં એન્ટર થતા તેઓ તમામ ને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે સાથેજ નિયમો અને સરકાર ની ગાઈડ લાઈન અનુસાર તમામ મુસાફરો ના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નેગેટિવ આવતા તંત્રવાહકો એ રાહત નો શ્વાસ લીધો છે,જોકે જામનગર માં આફ્રિકા થી આવેલ મુસાફર નો કોરોના ના નવા ઓમિક્રોન વેરીએન્ટ નો રિપોર્ટ પોઝીટિવ આવતા રાજ્યભરમાં આફ્રિકા થી આવતા મુખ્યમંત્રી એ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી મુસાફરો નું સધન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડ માં આફ્રિકા થી બે મુસાફરો આવી પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું હતું જોકે,તેઓ નો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.
