સુરત : વલસાડ જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 18 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 9 કેસ કપરાડા તાલુકામાં નોંધાયા છે. જોકે રાહતની બાબત એ રહી કે 19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે સિવિલમાં સારવાર હેઠળના બે દર્દીઓના મોત નિપજ્યા હતા. જેમાં વલસાડ લક્ષ્મી નગર ધોબી તળાવની બાજુમાં રહેતો 65 વર્ષનો પુરુષ અને ઉમરગામના પલગામ હનુમાન ફળીયાના 44 વર્ષના પુરુષનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી કુલ 790 કેસ નોંધાયા છે, જે પેકી 131 સારવાર હેઠળ અને 573 લોકોને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 9520 ટેસ્ટ કર્યા છે, જે પેકી 8730 નેગેટિવ અને 790 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 8 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મોત 78 મોત નોંધાયા છે.
