વલસાડ તિથલ રોડ ઉપર દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતા એક ઝોલાછાપ (bogus doctor) ડોક્ટરને PHCના અધિકારીઓએ ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બોગસ ડૉક્ટર ભાજપનો નેતા હોવાનું પણ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે.
વલસાડમાં ભારે ચકચાર જગાવનાર આ ઘટનાની વિગતો મુજબ મૂળ વલસાડના મગોદ ગામનો રહીશ અને વલસાડના તિથલ રોડ ઉપર આવેલા એમસ્કવેર મોલના બીજા માળે 221માં નેચરો હેલ્થકેર ક્લિનિક નામનું દવાખાનું ખોલી પ્રેક્ટિસ કરતા પ્રમોદ નટવરલાલ છીબાભાઈ સુરતી નામના ઈસમને પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડો.કિંજલ બેન પટેલ અને તેમની ટીમે ઝડપી લીધો હતો.
ક્લિનિકની તપાસ દરમિયાન આ ડોકટર પાસેથી માન્ય ડીગ્રી મળી ન હતી અને ગુજરાત આયુર્વેદિક કાઉન્સીલરના નિયમ મુજબ કોઈ રજિસ્ટ્રેશન વગર ગેરકાયદે કલીનીક ચલાવતા હોવાનું સામે આવ્યું હતું.
મેડિકલ ઓફિસર ડો.કિંજલ પટેલને ઉપરી અધિકારી દ્વારા મળેલી સૂચના અંતર્ગત તેઓએ તેમની ટીમના સભ્યો ડો.કમલ ભાઈ ચૌધરી,ડો.મનહર ભાઈ ચૌધરી તેમજ આયુર્વેદિક મેડિકલ ઓફિસર સુમિત પટેલ વગેરેએ સાથે મળી રેડ કરતા બની બેઠેલા ડો.પ્રમોદ નટવરલાલ સુરતી માન્ય સર્ટિફિકેટ રજૂ કરી શક્યા ન હતા અને તેઓ પાસે મળેલું સાહિત્ય બોગસ જણાતા તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
બીજી ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે આ બોગસ ડોકટર પ્રમોદ નટવરલાલ સુરતી ભાજપના નેતા પણ છે, તેઓ શ્રી
વલસાડ તાલુકા ભાજપના એસી મોરચાના પ્રમુખ પણ છે.
આમ રાજકીય ઓથ હેઠળ પ્રમોદ નટવર સુરતીએ આયુર્વેદિક દવાખાનું ખોલી નાખી રોકડી કરવામાં પડ્યા પણ ઝડપાઇ ગયાનું સામે આવ્યું છે.
આ પ્રકરણને લઈ વલસાડનું રાજકારણ ગરમાયુ છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube