આઈ.ઇ.ડી યુનિટ વલસાડ ના ઉપક્રમે તિથલ રોડ પર આવેલ બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પ નું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 169 દિવ્યાંગ બાળકો ને કીટ અર્પણ કરવામાં આવી હતી. આ કીટમાં વિલચેર ,સીપીચર કાનનું મશીન એમ આર કીટ મંદબુદ્ધિ બાળકો માટે તેમજ ડી જી પ્લેયર અંધ બાળકો માટે બાળકો અને વોકર આપવામાં આવ્યા હતા. કુલ મળીને 11 લાખની સાધન સહાય આપવામાં આવી જેમાં ખાસ વલસાડ નગરપાલિકાના પ્રમુખ પંકજ આહિર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ડોક્ટર અશોક શાહ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખ પંકજ આહિરે આવા નેક કર્યો માટે દાતાઓ અને એનજીઓ ને આગળ આવવા અનુરોધ કર્યો હતો.
Sunday, May 5