‘કોરોના’ માં બુટલેગરો કમાયા, ક્યાં છે ‘દારૂબંધી’ !!
દમણ માંથી વલસાડ માં રોજ નો દારૂ આવવાની વાત આજની નહિ બલ્કે વર્ષો જૂની છે, અહીં ખૂણેખૂણે ‘કોટર’ મળતા હોય ઘણા અગાઉ સુરતીઓ અહીં કોટર ‘મારી’ ને તલ્લી થઈ કેટલાક કોટર સાથે પણ લઈ જતા કેટલાક તેને ‘ચપલા’ પણ કહે છે. દારૂની દુનિયા માં સસ્તા માં સસ્તું કોટર થી લઈ દરેક બ્રાન્ડ મલી રહે છે.
દમણ સરહદે પડતા વલસાડ માં ફૂલ દારૂ મળતો હોય પીઘ્ધડો ની ટોળકી ‘ચાખણુ’ લઈ તેમની નક્કી કરેલી જગ્યા એ પાર્ટી કરવાનું સામાન્ય વાત છે આ વિસ્તારમાં દારૂ પીવાવાળા ની સંખ્યા પણ વધુ છે અને રોડ ઉપર મોડી રાત્રે ગમે ત્યાં તમને દારૂ પીને ટલ્લી થઈ ગયેલો પિધ્ધડ જોવા મળી જ જાય તેથી અહીં દારૂ નો ધંધો બંધ થવો મુશ્કેલ છે ! સાત દારૂબંધી આવે અહીં કોઇ ફર્ક પડતો નથી તેવા દ્રશ્યો છે.
વલસાડમાં દારૂ ક્યારેય બંધ થયો હોય તેવું સાંભળ્યું નથી અને અહીં દારૂના ધંધાર્થી ખેપ મારતા રહે છે અને મહિલાઓ સહિત કેટલાક યુવાનો દારૂ વેંચતા રહે છે, કાંઠાવિસ્તારમાં તો દેશી દારૂ ની કોથળીઓ પણ બિન્દાસ વેચાય છે કેટલાક લોકોને દમણ ના ચપલા કરતા દેશી વધુ માફક આવે છે.
અહીંના લોકો ચોખાના રોટલા, ચિકન, સાથે બીયર પીવું સામાન્ય વાત છે ત્યારે અહીં મજૂર થી માંડી તવંગર સુધી મોટાભાગ ના લોકો ને દારૂ પીવો સામાન્ય વાત હોય દારૂ ન મળે તેતો બ્રેકીંગ ન્યૂઝ બને !!
વલસાડ શહેર અને જિલ્લામાં દમણિયો દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને સરકારે દારૂબંધીના અમલ માટે કરેલા કડક કાયદા ની ક્યાંય કોઈ અસર જોવા મળતી નથી અને પહેલાં પણ દારૂ મળતો હતો અને આજેપણ દારૂ મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવુજ ચાલતું રહ્યુ તો પણ મળતો જ રહેશે એવું પાછલા વર્ષો ઉપર નજર નાખીએ તો જે હાલનું ગુજરાત આખા નું ચિત્ર છે તે જોતા એ ચોક્ક્સ કહી શકાય.
વાત કરવી છે વલસાડ શહેર માં ચાલતી દમણ બનાવટ ના દારૂની હાટડીઓ ની તો શહેર માં જગ્યા જગ્યા પર વેચાઈ રહેલ આ દારૂ ની હાટડીઓ ના સરનામા આ રહ્યા …આ લોકો વેચી રહ્યા છે દારૂ અને પૈસા આપી બોટલ લઈ પતલી ગલી નીકળતા ગ્રાહકો ને આ વાત ની ખબર છે. વલસાડ માં (આંધીયાવાડ) વિસ્તારમાં અલું બેન ,જયારે (તાઈવાડ) માં ચેતનાબેન, (કૈલાશ રોડ ઈંટ ના ભઠ્ઠા પાસે) મીનાબેન તથા (મોગરવાડી ના હેમંત બાગ) માં મંજુલાબેન અને (હાલર ,વશી ફળીયા) માં મિથુન ઉર્ફે નિલેશ મોહન સુરતી અને રેખાબેન તથા (મોગરવાડી) દક્ષા બેન, એન્કર ફેક્ટરી પાછળ છપ્પન છાપરી માં શાંતિબેન, (અબ્રામા) માં ઉષાબેન,(સૂકી તલાવડી,મોગરવાડી) ગીતા પ્રવીણ ,(તડકેશ્વર )દમયંતીબેન,(વલસાડ પારડી ,વાડી ફળિયું )માં ગીતાબેન,(હાલર,જલારામ મન્દિર પાસે પંચવટી નગર) માં બબલીબેન , (આંધીયાવાડ) માં યોગી ઉર્ફે યોગીની ,(દશેરા ટેકરી પાછળ) વનીતાબેન, જયારે (રામવાડી,નાના તાઈવાડ)માં રક્ષા નાયકા, (એસટી ડેપો પાછળ )પ્રેમીલાબેન તથા શહીદ ચોક , આંધીયાવાડ માં ગંગા ઉર્ફે ગીતા અને ધોબી તળાવ માં હિતેશ તથા અમિત હોસ્પિટલ ની ગલી માં હિરેન ઉર્ફે પિન્ટુ ,તેમજ રોશન, નનકવાડા, અને રક્ષાબેન એસટી વર્કશોપ નજીક દારૂનું વેચાણ કરી રહ્યા છે અને જરૂયાત અને માંગ મુજબ અંદાજે રોજ ના ઓછામાં ઓછી 5 અને તેથી વધુ 10 પેટી દારૂ વેચી નાંખતા હોવાનું કહેવાય છે તે જોતા વલસાડ માં રોજ કેટલો દારૂ વેચાય છે અને પીવાય છે તેનો સહેજેય ખ્યાલ આવે છે.
વાત આટલેથી અટકતી નથી પરંતુ ઍક્સેસ સહિત ઇ બાઇક ઉપર પણ યુવાનો દારૂની બિન્દાસ ટ્રીપ મારી રહ્યા છે અને વલસાડ માજ ધંધો કરતા હોવાની વાત છે તેમાં જે લોકો ના નામ મળ્યા છે તે આ મુજબ છે. ધોબી તળાવ ના ટ્રીપ મારનારાઓ માં લોમડી,મીલન, ફેનીલ, ના નામો જાણવા મળ્યા છે જ્યારે મોગરવાડી માં હિતેશ ,હાલર માં મનિષ ગોટુ ,સૂકી તલાવડી નો પિન્ટુ દલાલ સહિત મોગરવાડી નો ઝેડતલ તેમજ અબ્રામા નો અંકુશ ,મોતીવાડી નો અંકિત ચૌહાણ તથા મોગરવાડી નો સંતોષ વગરે બાઇક ઉપર દારૂની ખેપ મારતાં હોવાની વાત છે તેઓ 10 થી વધુ પેટી આરામ થી પધરાવી દેતા હોવાનું કહેવાય છે.
આમ , વલસાડમાં જગ્યા જગ્યા ઉપર છૂટ થી બિન્દાસ દારૂ મળી રહે છે ક્યારેક ભીંસ પડે તો શટર પડે છે પાછા ચાલુ થઈ જાય છે પરંતુ વલસાડ શહેર માં ક્યારેક દારૂ ની તંગી આવી નથી અને દારૂબંધી માં કોઈ માનતું પણ નથી અહીં ના લોકો ચોખા ના રોટલા , મછી, ચિકન, સાથે બીયર પીવું સામાન્ય વાત છે ત્યારે આ બધું જો ન મળે તો તેઓ નું મગજ કામ કરતું નથી તેથી ખેતી માં કામ કરતા મજૂર થી માંડી તવંગર સુધી મોટાભાગ ના તમામ ને દારૂ પીવો સામાન્ય વાત હોય દારૂ ન મળે તેતો બ્રેકીંગ ન્યૂઝ બને !!