દમણ માંથી દારૂ લાવીને વેચવાનો ધંધો જોરમાં
સત્યડે પાસે પહોચ્યું નાનામોટા અડ્ડાઓ ચલાવતા અને છૂટક વેચાણ કરતા તેમજ મોપેડ ઉપર દારૂની હરતી ફરતી દુકાન ચલાવતા મહિલાઓ અને યુવાનો નું લીસ્ટ તે જોઈને ચોકી જશો
દારૂબંધી ની આડ માં ચાલી રહેલા દારૂ ના ધંધા માં અનેક ના સેટિંગ ની સંભાવના , હાલ કોરોના માં બંધ અને નિયમો ને આગળ કરી બુટલેગરો અને વચેટિયાઓ ને ઘી કેળા થઈ ગયા છે, સત્યડે માં કરાશે પર્દાફાશ
વલસાડ શહેર જ નહીં અહીં આસપાસ માં ગમે ત્યાં જાવ હાલ માં દમણિયો દારૂ આસાની ની થી મળી રહ્યો છે અને આ ધંધા માં કહી શકાય કે મોટાભાગ ના દારૂના વેપાર માં મહિલાઓ દારૂ વેચી રહી છે અને મોપેડ ઉપર કેટલાક યુવાનો દારૂની ટ્રીપ મારી રહ્યા છે અને નિયમિતરીતે તેનું મોટાપાયે છતાં છૂટક વેચાણ થઈ રહ્યું છે. વલસાડ માં દરેક વિસ્તારમાં દારૂ ક્યાં અને કોણ વેચી રહ્યું છે તેની વિગતો સત્યડે ને હાથ લાગી છે અને થોડી વધુ માહિતી ની રાહ જોવાઇ રહી છે ત્યારબાદ નામ જોગ આ મેટર સત્યડે અખબાર માં છાપી તેમાં સંડોવાયેલા તમામ ને લોકો સમક્ષ ખુલ્લા કરવામાં આવનાર છે.
સબ સલામત ની ડીંગ હાંકી રહેલી પોલીસ ની વાત માં કેટલો દમ છે તે અહેવાલ બાદ ખબર પડશે અને અડ્ડાઓ ની નામ સાથે માહિતી અમે આપીશું.
શક્ય છે કે અમારા આ અહેવાલ બાદ થોડા દિવસ ધંધો બંધ પણ થઈ જાય પરંતુ જેતે એરિયા માં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ પણ થઈ જશે.
વાત માત્ર વલસાડ નીજ નહિ સમગ્ર ગુજરાત ની છે અને દમણ થી દારૂ આખા ગુજરાત ના ઘુસાડવામાં આવી રહ્યો છે આ અંગે અનેકવાર અહેવાલો બહાર આવી ચુક્યા છે અને અગાઉ ટ્રેન માર્ગે પણ દારૂની હેરાફેરી ની વાતો બહાર આવી ચૂકી છે.
પૂર્વ આઈપીએસ અધિકારી અને હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરી રહેલા રાહુલ શર્મા એ પણ એક ચેનલ ઉપર વાતચીતમાં દારૂબંધીને સંસાધનોનો વ્યય ગણાવ્યો હતો.
તેઓ કહે છે, “ગુજરાતમાં દારૂ મળી જ રહ્યો છે અને સરકાર દારૂનું વેચાણ અટકાવી શકતી નથી. અન્ય રાજ્યો કે જે દારૂ પરના કર થકી હજારો કરોડ રૂપિયાની આવક કરે છે, એ અહીં રાજકારણી, પોલીસ અધિકારીઓ અને ગુનેગારોનાં ખિસ્સાંમાં જાય છે. દારૂબંધીની વાત કરીને માત્ર દંભ કરાય છે.”
“દારૂબંધી પાછળ સંસાધનો વેડફવામાં આવી રહ્યાં છે. રાજકારણીઓ એમાં લાગ્યા છે, પોલીસ એમાં લાગી છે, ન્યાયતંત્ર લાગ્યું છે. લાખોની સંખ્યામાં આ મામલે કેસ પૅન્ડિંગ પડ્યા છે.
દારૂબંધી નો અમલ ક્યાંય થતો હોય તેવું જણાતું નથી.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે ટ્વીટ કરીને ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ હોવાની વાત કરી ચુક્યા છે
મેવાણીએ ટ્વીટ કર્યું હતું, “ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તમામ જિલ્લામાં દારૂ વેચાય છે.”
એમણે કહ્યું કે “ગુજરાતના દરેક ખૂણે દારૂનું વેચાણ થાય છે અને સરકારે હજારો ગુજરાતીઓનું ભવિષ્ય બગાડી નાખ્યું છું. આ એ ગુજરાત નથી, જેનું સપનું ગાંધી અને સરદારે જોયું હતું.”
ઉપરાંત ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે પણ અગાઉ એક ચેનલ સાથે ની વાતચીતમાં જણાવ્યું કે “ગુજરાતમાં ભ્રષ્ટ લોકો માટે ગેરકાયદે દારૂનું વેચાણ એક બહુ મોટો ધંધો છે.”
“ગુજરાતમાં રાજસ્થાન અને દમણ-દીવથી મોટા પ્રમાણમાં દારૂની દાણચોરી થાય છે અને એ જાણીતી વાત છે. આ પાછળ કાયદાના અમલીકરણની નિષ્ફળતા જવાબદાર છે.”
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ ગુજરાતમાંથી 3.69 લાખ લિટર દારૂ પકડાયો હતો . એ વખતે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાંથી રૂપિયા 10.7 કરોડનો દારૂ જપ્ત કરાયો હતો. આમ દારૂબંધી માત્ર તૂત છે અને દમણ બોર્ડર ઉપર વલસાડ જિલ્લામાં દારૂની રેલમછેલ છે અને કેટલાય લોકો આ ધંધા ઉપર નભી રહ્યા છે જે એક વાસ્તવિકતા છે અને વલસાડ જિલ્લા ની વાત ન કરીએ તો પણ સિટી એરિયા માં કેટલા લોકો ધંધા સાથે સંકળાયેલા છે તે નામો વિગત આવતા જ નામ સાથે પ્રકાશિત કરાશે ,વાંચતા રહો સત્યડે (ક્રમશ:)