વલસાડ માં એક એવી ઘટના સામે આવી કે ઉછીના રૂપિયા લેવા જતા થયેલી બબાલ માં મંગળ સૂત્ર ખોવાઈ ગયુ હતું અને માર પડતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો આ ઘટના અંગે ની પ્રાપ્ત વિગતો મુજબવલસાડના તિથલ સૂર્યદર્શનમાં રહેતી 31 વર્ષીય, વૈશાલી હિતેશ બલસારાએ સેગવી આંબલી ફળિયામાં રહેતી પૂર્વીબેનને ઓછીના રૂ.10 હજાર આપ્યા હતા. ઓછીના રૂપિયા આપ્યાને ઘણા દિવસો વીતી જતા રવિવારે સવારે વૈશાલીએ પૂર્વી પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા ફોન કર્યો હતો. પૂર્વીએ વૈશાલીને રૂપિયા લેવા માટે ઘરે બોલાવી હતી. ઘરનું કામ પતાવી વૈશાલી સેગવી પૂર્વીના ઘરે રૂપિયા લેવા પહોંચી હતી. વૈશાલીને જોઈને પૂર્વી ગાળો આપવા લાગી હતી. પૂર્વીની માતા દક્ષાબેન અને પૂર્વીના ભાઈએ મળીને વૈશાલીને ઢીક્કામુક્કીનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. મારામારી દરમિયાન વૈશાલીનું મંગળસૂત્ર તૂટીને પડી ગયું હતું। વૈશાલીએ રૂરલ પોલીસ મથકે પૂર્વી અને તેની માતા દક્ષા અને તેના ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Sunday, May 19