પારડી હાઇવે પર પારડી પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કર્યો હતો અને પારડી વિશ્રામ હોટલ પાસે કારને હાઇવે બ્લોક કરી ઝડપી પાડી હતી. કારમાં દક્ષણિ આફ્રિકાનો 24 વર્ષીય નાઇજેરિયન યુવાન બ્રાઇનયર ચીકવરા અને સાથે 21 વર્ષીય તેની કઝીન સિસ્ટરને પોલીસે પકડી પાડ્યા હતા. બન્નેની પૂછપરછ અને કારની જડતી લેતા તેમાંથી 88 હજાર રૂપિયાની કિંમતની 146 નંગ દારુની બોટલ મળી આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને જણા આ દારૂ દમણથી લઇ આવ્યા હતા અને બંને પાસે વડોદરાની પારુલ કોલેજના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા અને બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસ ને બતાવ્યું હતું. તેમની પાસેથી કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા.
સાઉથ આફ્રિકાના નાઈજેરિયનનાં વતની હોવાના કારણે પોલીસે પણ તેમને તેમની ભાષા જાણવા માટે એક મુસ્લિમ યુવાનને બોલાવી તમામ હકીકતો જાણી હતી પરંતુ પોલીસને તેમની સાથે પૂછપરછ કરતા પોલીસના નાકે દમ આવી ગયો હતો. બંને વિદેશીઓને જોવા પારડી પોલીસ મથકે લોકોના ટોળા ભેગા થયા હતા. પૂછપરછમાં યુવાને પોતાનું હાલના સરનામા તરીકે વડોદરા પારુલ કોલેજનું આઈકાર્ડ બતાવ્યું હતું અને બંને દમણની એક હોટલમાં રોકયેલ હોવાનું પણ તેઓએ પોલીસને જણાવ્યું હતું.
હાલ તો પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે ત્યારે તમામ હકીકતો તપાસ બાદ જ બહાર આવશે. પોલીસે રૂ.88 હજારનો દારૂ સાથે કારને ડિઈટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ ભરેલી કારને પકડવા પીએસઆઇ એચ.સી.ઝાલા ઉપરાંત પો.કો. ઉમેશ, જગજીવન નરસિંહ, યુવરાજ વગેરેની ટીમે કામગીરી બજાવી હતી.