[slideshow_deploy id=’24972′]વલસાડથી દમણમાં શરાબની મહેફીલની મજા માણી પરત ગુજરાતમાં આવતા ૪૦૦ જેટલા પિયક્કડોને વલસાડ પોલીસે પકડી પાડી નવા વર્ષના નવા કેસની શરુઆત કરી છે. આજે તમામ પીધેલાઓ વિરૂધ્ધ પ્રોહીબિશન કલમ તળે ગુન્હો નોંધી કોર્ટમાં રજૂ કરાશે.
થર્ટી ફર્સ્ટની નાઇટની મોજ કરવા દમણમાં ગયેલા અને ત્યાંથી વર્ષને બાઇબાઇ કરી પરત ફરતા ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, બરોડા, અમદાવાદના પ્રવાસીઓને વલસાડ પોલીસે શરાબ, પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. તમામ સ્થળો પર પોલીસે ગોઠવેલી નાક્બંધીમાં હાલના તબ્બકે મળેલી વિગત મુજબ ૪૦૦ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ દારુ પી ને પરત ફરતા હતા ત્યારે વલસાડ પોલીસે ચેકનાકા પર ધરપકડ કરી વિવિધ પોલીસ સ્ટેશનને સોંપણી કરી હતી જે તમામ વિરૂધ્ધ પ્રોહીબિશનની કલમ નોંધી આજે કોર્ટમા રજુ કરાશે. વલસાડ પોલીસે પીધેલાઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ વર્ષ ૨૦૧૭ના અંતિમ દિનને બાય બાય કર્યુ હતુ. જેમાં પકડાયેલા ૪૦૦ જેટલા મહેફીલ માણી મોજમાં ઝુમતા લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આજે કોર્ટમાં રજુ કરી વર્ષ ૨૦૧૮ને વેલકમ કરશે