આજની વાસ્તવિકતા એવી રહી છે કે હવે સારો પત્રકાર પણ કોઈ જગ્યા જાય તો પણ તોડ કરવા આવ્યો હશે એમ માની લોકો દૂર ભાગવા માંડ્યા છે એટલુંજ નહિ પણ સોશ્યલ મીડિયા માં તો હવે પબ્લીકે ‘ગોદી’ મીડિયા એવું નામ પણ આપી દીધું છે ત્યારે અમુક તત્વો ના કારણે મીડિયા બદનામ થઈ ગયું છે ત્યારે અવાજ એક કિસ્સા માં વલસાડ લીલાપોર ગ્રામપંચાયતમાં છેલ્લા 5 વર્ષથી RTI કરીને પરેશાન કરતા એક સાપ્તાહિકના પત્રકારને એક રાજકીય નેતા ના પીએ એ મેથીપાક આપ્યો હતો જોકે ,પત્રકાર પણ માફી માંગવામાં શાણપણ સમજી ભાગી ગયો હતો.
વલસાડ પંથક માં એક સાપ્તાહિકના પત્રકારે પંચાયતોમાં RTI કરીને છેલ્લા 5 વર્ષના મંજુર કરેલા કામોની યાદી અને બીલો માંગીને પેપર માં છાપી દેતા પહેલા વ્યવહાર કરવા સબંધીતો ને બોલાવી પતાવટ ની વાતો કરતો હોવાના આક્ષેપો વચ્ચે પત્રકાર ને ધારાસભ્ય ના પીએ એ ધોલ ધપાટ કરતા પત્રકાર ગભરાયો હતો અને માફી માંગી હોવાની વાતોએ ભારે ચર્ચા જગાવી છે.
વિગતો મુજબ વલસાડ લીલાપોર પંચાયત પાસેથી આ પત્રકારે RTI કરીને છેલ્લા 5 વર્ષના મંજુર કરેલા કામોની યાદી અને તેના બીલો માંગવામાં આવ્યા હતા. આ ઘટના માં ધારાસભ્ય ભરત પટેલ ના પી.એ એવા આશિષ ગોહિલે પત્રકારને શુક્રવારે તાલુકા પંચાયત પાસે બોલાવ્યો હતો અને પત્રકાર ને બોલો શુ કરવું છે તેમ પૂછતાં પત્રકારે તમે તો બહુ કમાઓ છે મારૂં શું ? કહીને આર.ટી.આઈ ની વાત કરી મોટી રકમ ની માંગણી કરી હતી. જેથી કંટાળેલા આશિષભાઈ અને આગેવાનોએ સાથે મળીને પત્રકારને મેથીપાક આપ્યો હતો અને જે છાપવું હોય તે છાપ તેમ કહી દેતા પત્રકાર ઢીલો પડ્યો હતો અને માફી માંગી પતલી ગલી થી નીકળી ગયો હતો, આ ઘટના માં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી પરંતુ આ ઘટના જિલ્લાભરમાં ભારે ચર્ચાસ્પદ બની હતી,કેટલાક તો એમ કહેતા નજરે પડ્યા હતા કે માહિતી હોય તો છાપી દેવું જોઈએ ને ? શુકામ પાર્ટી ને વારંવાર ફોન કરવા જોઈએ આમ આ મેટર ભારે ચર્ચા માં રહી છે.
