[slideshow_deploy id=’23061′]
વલસાડની સરસ્વતી સ્કૂલ બહાર કાલમુખી ટ્રેક્ટરે માતા પુત્રીને અડફતે લેતા 6 વર્ષીય માસુમ પુત્રીનું કરુણ મોત નિપજ્યું હતુ.વહેલી સવારે બનેલી કમકમાટી ભરી ઘટનાથી ચકચાર મચી છે.
વલસાડ જિલ્લાના સોનાનાગર અબ્રામા ખાતે રહેતા પરેશ ભાઈ અજમારેની ધર્મપત્ની અને તેમની 6 વર્ષીય માસુમ દીકરી પોતાનુ સ્કુટર લઇને સરસ્વતી સ્કૂલ ખાતે આવી રહ્યા હતા ત્યારે ટ્રેકટર ચાલકે ટક્કર મારતાં માતા-પુત્રી સ્કુટર સાથે રોડ ઉપર પડી ગયા હતા જે બાદ ટ્રેક્ટર નીચે બાળકી આવી જતા ગંભીર ઈજાઓને કારણે બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે બીજીતરફ પરેશભાઇની ધર્મપત્નીને ઈજાઓ થતા તેમને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા એટલી જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં તેમજ પોલીસને ખબર પડતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. અને અકસ્માતના ગુનો નોંધ્યો હતો.