વલસાડની સોનવાડા આશ્રમશાળામાં ભણતાં આંબાજંગલના વિદ્યાર્થી કુદરતી હાજત રોકી ન શકતા રૂમમાં જ હાજત થઇ ગઇ હતી. જેના પગલે ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને કડકડતી ઠંડમાં પાઇપથી પાણીનો મારો ચલાવ્યા બાદ લાકડીથી ઢોર માર મારીને ભારે અત્યાચાર ગુજાર્યો હતો
સોનવાડા આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા 37 વિદ્યાર્થીઓ એક વિશાળ ખંડમાં રહે છે. આ ખંડને ગત તા. 28-1-2019ના રોજ રાત્રે 9.30 કલાકે આચાર્ય નરેશ સોમાભાઇ પટેલની સૂચનાથી શિક્ષક બાલકૃષ્મ દેવજી ટંડેલે બહારથી તાળું મારી દીધું હતું. રાત્રી દરમિયાન ધોરણ 6ના એક વિદ્યાર્થીને કુદરતી હાજત લાગી હતી. પરંતુ રૂમ બહારથી બંધ હોવાથી રૂમમાં જ હાજત થઇ ગઇ હતી.
બીજા દિવસે સવારે શિક્ષકે રૂમનું બારમું ખોલતા કુદરતી હાજત જોઇને પિત્તો ગુમાવ્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે કડકડતી ઠંડીમાં તમામ બાળકોને લાઇનમાં ઊભા રાખી શરીર ઉપર ઠંડુ પાી છંટાવ્યા બાદ લાકડીથી માર માર્યો હતો.
આચાર્ય શિક્ષકને આટલાથી સંતોષ ન થતાં તમામ વિદ્યાર્થીને મરઘા ચાલ ચલાવી હતી. આદરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા જમીન ઉપર પટકાયા હતા. જેના કારણે બે દિવસ સુધી પથારીમાંથી ઉઠી પણ શક્યા ન્હોતા.
આચાર્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકે લૂથી રૂમને બહારથી આગળો મારી દીધો હતો. ટોઇલેટ કનાર વિદ્યાર્થી કબૂલ ન કરતા શિક્ષકે સોટી મારી હી. આ બાબતે તેઓએ વાલીઓને માફી પત્રક લખી આપીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેની ખાતરી પણ આપી છે.