Valsad વલસાડના સબંધિત વિભાગમાંથી યેનકેન પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે હવે સાચી હકીકત શું બહાર આવે છે તેતો તપાસ બાદજ ખબર પડશે,અગાઉ પ્રાંતમાં આ મેટર આવી હતી કે કેમ ? અને પ્રાંતનો અભિપ્રાય પણ લેવામાં આવેતો પણ આ મામલે પ્રકાશ પડી શકે તેવો જાણકારોનો મત.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જમીન કૌભાંડ અખબારોની હેડલાઈન બની રહયા છે અને સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં જમીન કૌભાંડના મામલામાં સીબીઆઈની તપાસ ચાલુ થઈ ગઈ છે તેવે સમયે હવે નાનામોટા જમીનના ખેલની વાતો સામે આવી રહી છે તેવે સમયે વલસાડ તાલુકામાં પ્રાઇમ લોકેશન એરિયામાં કરોડોની જમીનનું બોગસ પેઢીનામું તૈયાર કરી કેટલાક તત્વોની મિલી ભગતમાં મોટો ખેલ પાર પાડવામાં આવ્યો હોવાની ચર્ચાએ સબંધીતોમાં ભારે ચકચાર જગાવી છે,વલસાડના સબંધિત વિભાગમાંથી યેનકેન પ્રકારે પરાણે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે આ જમીન વાપીની મહિલાના નામે કરી દેવામાં આવી હોવાની વાત હવે તપાસનો વિષય બની છે અને જો તેના પાછળના રેકર્ડ અંગેની તળિયા ઝાટક તપાસ થશેતો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
અત્યાર સુધી જે વિગતો સામે આવી છે તેમાં વલસાડના પાથરીમાં આવેલ આ જગ્યા બખ્તાવર અરદેશર દુત્યા તે જીમી દસ્તુરની પત્નીના નામ બાદ તે જગ્યા વાપીના વહીદા રાજેશભાઇ હલાણીને વેચાણથી આપવાના પ્રકરણમાં વાંધા અરજી પણ થઈ છે.
કહેવાય છે કે પ્રાંતમાં પણ રિજેક્ટ થયા બાદ ઉપર લેવલે યેનકેન પ્રકારે પેઢીનામું તૈયાર કરાયાની વાતે ભારે ચકચાર જગાવી છે.
કારણકે આખો મામલો ગેરકાયદે હોવાની ચર્ચાઓ વચ્ચે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ભારે ઉત્સુકતા ઉભી કરી છે.
જે વાતો ચર્ચાના પરિઘમાં છે તેમાં વલસાડ તાલુકામાં ખુબજ ઝડપથી ડેવલપ થઈ રહેલા એરિયામાં આવેલી કરોડોની કિંમતની જમીન ઉપર કેટલાક તત્વોની નજર હતી અને બાદમાં તેઓએ જે ખેલ પાર પાડ્યો તે ખુબજ ચોંકાવનારો છે અને મોકો જોઈને બોગસ પેઢીનામું બનાવવામાં સફળ થઇ ગયા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.આ જમીન વાપીની મહિલાના નામે કરી પણ દેવામાં આવી છે ત્યારે સવાલ એ પણ થાય કે જો ગેરકાયદે રીતે આખો ખેલ કેવી રીતે પાર પડ્યો ? અને આ પ્રકરણમાં કોણ કોણ સામેલ છે તે વાત તપાસનો વિષય બની છે.
આખા પ્રકરણમાં ઉપરી ઉચ્ચ અધિકારીને અંધારામાં રખાયા કે શું ?તે મામલો પણ ભારે ચર્ચામાં રહ્યો છે. ક્રમશ – To be Continue