વલસાડના બે જુદા-જુદા વિસ્તારમાં આપધાતના બે બનાવો બન્યા છે. જેમાં વલડી ગામે અગન પીછોડી ઓઢનાર મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગુંદલાવ વિસ્તારમાં વીજ કંરટ લાગતા ધરમપુરની ભેંસધરા ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે વલંડીના નિશાળ ફળિયામાં રહેતા 45 વર્ષીય હંસાબેન ભગુભાઇ પટેલે કોઇક કારણસો સર પોતાના શરીરે કેરોસીન છાંટ્યા બાદ દીવાસળી ચાંપી દેતા, ભડ ભડ સળગી ઊઠી હતી. હંસાબેનને બેભાન હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બાબતે ફરજ પરના તબીબે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો મોત નુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
અકસ્માત મોતના બીજા બનાવમાં ગુંદલાવ સ્થિત જીઆઇડીસી કોલોનીના બ્લોક નં. સી.એફ.ના ઘર નં.18માં રહેતા સોહિનાબેન જયેશભાઇ પટેલ શુક્રવારે કપડા સુકાવવા માટે ગેલેરીમાં ગયા હતા. જે દરમિયાન તેમનું માથું નજીકમાંથી પસાર થતી વીજલાઇનને અડી જતાં જોરદાર વીજ કરંટ લાગ્યોહતો. કરંટના ઝાટકાથી રોહીનાબેન જમીન ઉપર પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.