વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલી કર્નલ સીકે નાયડુ ટ્રોફી અંડર-23માં રવિવારે મેચના છેલ્લા દિવસે મેચ ડ્રો માં પરિણમી હતી.
વલસાડના BDCAના પટેલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચાર દિવસની સીકે નાયડુ અંડર-23 ટ્રોફીમાં ગુજરાત અને વિર્દભ વચ્ચે મેચ નું આયોજન કરાયું હતું આ મેચ દરમિયાન પ્રથમ દિવસે ગુજરાતની ટીમે ટોસ જીતી બેટિંગ લીધી હતી, ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરી 401રનનો સ્કોર મુક્યો હતો. જેની સામે વિર્દભની ટીમ 349 રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. ગુજરાતની ટીમે 52ની લીડ સાથે બીજી ઇનિંગની શરૂઆત કરીને 251 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિર્દભની ટીમે બીજી ઇનિંગમાં 211 રન બનાવી 9 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ગુજરાતની ટીમના હાથમાં આવતી મેચ ડ્રો થઈ હતી ,મેચના અંતિમ દિવસે રવિવારે મેચ ડ્રો માં પરિણમી હતી. ગુજરાતની ટીમ ના લેગ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈ પ્રથમ બંને ઇનિંગમાં મળીને કુલ 9 વિકેટ ઝડપી ધ્યાનાકર્ષક રહ્યા હતા.