થર્ટી ફસ્ટ માં દારૂ ની મોજ માણવા માટે દમણ સહિત ગુજરાત ની બોર્ડર ના રાજ્યો માંથી મોટાપાયે દારૂ ની હેરાફેરી ખાળવા પોલીસ ખાસ કોમ્બિંગ નાઈટ અભિયાન ચલાવી રહી છે ત્યારે વલસાડ LCBની ટીમેં બાતમીના આધારે એક ટેમ્પામાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં અમદાવાદ તરફ લઇ જવાતી 2,760 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 2.76 લાખના જથ્થા સાથે કુલ 26.43 લાખના મુદ્દામાલ સાથે અમદાવાદ ના ગબબર ને ઝડપી લીધો હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
વલસાડ LCBની ટીમ નવા વર્ષ નિમિત્તે કોમ્બિંગ નાઈટમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ટેમ્પો નં. GJ-02-Z-0981માં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં અમદાવાદ તરફ દારૂનો જથ્થો લઈ જવાઇ રહ્યો છે તે બાતમીના આધારે ધમડાચી પીરૂ ફળીયા હાઇવે ઉપર વોચ ગોઠવતા બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં 2,760 દારૂની બોટલ જેની કિંમત રૂ.2.76 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે ટેમ્પો ચાલક રમેશ ઉર્ફે ગબ્બર જેઠાભાઇ બેલદાર ની ધરપકડ કરી ટ્રાન્સપોર્ટ નો સામાન, ટેમ્પો અને દારૂનો જથ્થો મળી કુલ રૂ. 26,43,362/-નો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથક ને કેસ સોંપતા વધુ તપાસ રૂરલ પોલીસ ચલાવી રહી છે.