વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસ નકલી પત્રકારોની ગેંગને દબોચી લીધી છે. પીઆઇ વી.બી.બારડ અને તેમની ટીમ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ વખતે જ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે નરોલી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચેકપોસ્ટ પરથી પસાર થતી એક શંકાસ્પદ ઝાયલો કારને રોકી હતી. કારમાં શંકાસ્પદ 5 લોકો બેઠેલા જણાતા પોલીસે તમામની પૂછપરછ કરી હતી. પોતે પત્રકારો હોવાનું જણાવી પોલીસ સામે શરૂઆતમાં રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એસઓજી ટીમ તમામને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યારબાદ પીઆઈ બારડે પૂછપરછ કરતા નકલી પત્રકારોએ તેમના કારનામાં કબુલ્યા હતા.

Prohibition sign for fake news.Vector illustration.