વલસાડ: વલસાડ ના જી.આર.પી રેલ્વે પોલીસ મથક ના નવા મકાન નું ખાતમુહૂર્ત આજરોજ રેલ્વે ના ડી.જી. આશિષ ભાટિયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પત્રકારો ને માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજય પોલીસ આવશ નિગમ લિ. દ્વારા ગ્રાન્ટ માંથી આ મકાન બનાવવામાં આવ્યું છે. અને જેને લીધે આજે રેલ્વે જી.આર.પી પોલીસ મથક ના નવા મકાન મા પોલીસ કર્મચારીઓ માટે સારી સુવિધાઓ રાખવામાં આવી છે. જેને લઈ ને તેઓ ની કામગીરી પર પણ સારી અને ઝડપી અસર પડશે. આ સાથે રેલ્વે મુસાફરો માટે પણ એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેના થી મુસાફરો ને ટ્રેન માં પડતી કોઈ તકલીફ કે કોઈ મુશ્કેલી ને નિવારવા માટે તે તરતજ રેલ્વે પોલીસ નો ત્વરિત સંપર્ક સાધી શકશે. તથા હેલ્પલાઈન નંબર :- 1512 પર પણ ટેલિફોનિક વાત કરી ને પોતાને પડતી તકલીફો માટે જી.આર.પી પોલીસ નો સીધો સંપર્ક કરી શકશે. આ સાથે આવનાર દિવસો માં પી.આઈ કક્ષા ના પોલીસ સ્ટેશન પણ ફાળવવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. તથા ટ્રેનો મા દારૂ ની હેરાફેરી રોકવામાટે પણ પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવા માટે નિર્દેશ આપ્યા હતા. આ પ્રસંગે શરદ સિંઘલ. આઈ.પી.એસ પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે, વડોદરા, દીપાંકર ત્રિવેદી આઈ.પી.એસ નાયબ પોલીસ મહા નિરીક્ષક સી.આઈ.ડી (ક્રાઇમ એન્ડ રેલ્વેઝ) ગુજરાત રાજ્ય ગાંધી નગર,સાહિત ડીવીઝન ના ડેપ્યુટીઓ અને પી.આઈ તેમજ પી.એસ.આઈ અને આર.પી.એફ ના પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.