રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. વલસાડના પડોશી પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવવામાં આવે છે. ત્યારે હવે વલસાડ પાસેથી પોલીસે એક ટ્રકમાંથી કાપડના વેસ્ટની આડમાં 5 લાખથી વધુ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.. પોલીસે કુલ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે રોકડ રકમ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો ઝડપીને આગળની કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ના કાયદાનો કડક અમલ હોવાના પોલીસ અને સરકારના દાવા વચ્ચે રાજ્યમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. વલસાડના પડોશી પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે ૩૧મી ડિસેમ્બરે દર વર્ષે રાજ્યમાં દારૂની રેલમછેલ થતી જોવા મળે છે.
આ વખતે પણ ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવે છે. ત્યારે વલસાડ નજીક હાઈવે પરથી પસાર થતી એક ટ્રકને પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી કાપડના વેસ્ટ ની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. રૂપિયા 5 લાખથી વધુ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે હાઇવે પર નાકાબંધી કરી તપાસ કરી હતી. તે પસાર થયેલ આ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટીએ આ ટ્રક કાપડનો ભરેલો હતો તેને ઉંચકી નીચે તપાસ કરતા કાપડની નીચેથી અંદાજે પાંચ સાડા પાંચ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.