વાપીના હનુમાન ફળીયામા રહેતા હળપતિ પરિવારમા ચાલતા પારિવારીક ઝઘડાએ એકનો ભોગ લીધો છે જેમા ભત્રીજાએ જ કાકાને ચાકુના ઘા મારતા કાકાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
વાપીમા હનુમાન ફળીયામાં રહેતા રમેશભાઇ છગનભાઇ હળપતિને ગત રાત્રે તેમના ભાઇના દિકરા કિશન ઉર્ફે ભાલો હેમંતભાઇ હળપતિએ ઉશ્કેરાઇ જઇ ચાકુના ઘા મારી દેતા રમેશભાઇ છગનભાઇનું વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ ૨૦મી એપ્રિલના રાત્રે ૧૦ વાગ્યા આસપાસ રમેશભાઇ પોતાના ઘરે હનુમાન મંદિર પાસે જમીને બાંકડા પર બેઠા હતા ત્યારે તેમના ભાઇ હેમંતભાઇનો દિકરો કિશન ઉર્ફે ભાલો રિક્ષા લઇને ગલીમા આવેલો અને કાકા જોડે પારિવારિક ઝગડાને લઇ તમે કેમ મારી સામે ઘૂરી ઘૂરીને જોયા કરો છે તેમ બોલી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જે દરમ્યાન કિશને પોતાની રિક્ષામાંથી ધારદાર ચાકુ કાઢી કાકાની છાતીના ભાગે બે વાર કર્યા હતા અને તેમને લોહી નિતરતી હાલમા છોડી ભાગી ગયો હતો. ચાકુના ઘા લાગ્યા બાદ રમેશભાઇ ત્યાંજ ઢળી પડ્યા હતા જેમને તેમની દિકરી અને દિકરાએ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં રાત્રે સાડા બાર વાગ્યા આસપાસ સારવાર દરમ્યાન મોતને ભેટ્યા હતા જેની જાણ પોલીસને થતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી હત્યારા ભત્રીજા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી અને તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે
હત્યા કરનાર કિશન હત્યા દરમ્યાન દારુ પીને આવ્યો હોય અને પારિવારીક ઝઘડામાં ઉશ્કેરાઇ જઇ કાકાની હત્યા કરી નાખતા વાપી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે અને આવા નશેડી અને હત્યારા ભત્રીજાને કડકમા કડક સજા થાય તેવી માગ રમેશભાઇના પરિવારે કરી હતી
https://youtu.be/sTgBzpQ6slE