વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો કે ઘરે એકલી રહેતી મહિલાઓ માટે આંખ ઉઘાડનારો છે અહી જુના કપડાના બદલામા વાસણ લેવા જતા એક ગૃહિણી ને સોનાનું મંગળસૂત્ર, સોનાની બંગડી ગુમાવવાનો વારો આવ્યો હતો.
વલસાડના મોગરાવાડી મણિનગરમાં રહેતા સંતોષબેન મહેશભાઈ કુમાવતે જુના કપડાના બદલામાં વાસણ વેચવા નીકળેલી અજાણી મહિલા ને પોતાના ઘરે બોલાવી હતી. આ મહિલાએ સંતોષબેનને વાતોમાં પરોવી કંઈક ઘેની પદાર્થ સૂંઘાડી દેતા તેઓ બેભાન થઇ ગયા હતા અને વાસણ વેચવા આવેલી મહિલાએ બેભાન સંતોષબેનનું સોનાનું મંગળસૂત્ર ચોરી ભાગી ગઈ હતી. સંતોષબેન ભાનમાં આવતા તેના ગાળાનું મંગળસૂત્ર ન મળતા સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોને જાણ કરી હતી. સોસાયટીના એક જાગૃત મહિલાએ તે વાસણ વેચવા આવેલી મહિલાનો ફોટો પાડી લીધો હતો. તે ફોટો સોશ્યલ મીડિયા માં અપલોડ કરી નાગરિકો ને શહેર માં વાસણ વેચવા આવેલી મહિલા ઠગ હોવાનો મેસેજ ફરતો કરીને જાગૃત કર્યા હતા જોકે ચાલાક ઠગ મહિલા ત્યાં સુધીમાં તો નવ દો ગ્યારાહ થઈ ગઈ હતી વલસાડ પોલીસે ફરિયાદી મહિલા ની અરજી ના આધારે આ મહિલા ઠગ ની શોધખોળ હાથ ધરી છે.