હવે વાહન નંબર આધાર સાથે લિંક કરવો ફરજિયાત: મોબાઇલ નંબર અપડેટ કરો નહિંતર ભારે ચલણ ભરવું પડી શકે
ભારત સરકારના માર્ગ પરિવહન અને મહાસડક મંત્રાલય (MoRTH) તરફથી મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. હવે દરેક રજિસ્ટર્ડ વાહનનો નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો ફરજિયાત રહેશે. વધુમાં, તમામ વાહન માલિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાનો મોબાઇલ નંબર આધાર દ્વારા ચકાસીને પોર્ટલ પર અપડેટ કરે. નહીં કરાય તો ભવિષ્યમાં આરટીઓથી સંબંધિત સેવાનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે અને કેટલીક સ્થિતિમાં ભારે ચલણ પણ ભરવું પડી શકે છે.
મોબાઇલ પર મળતા સંદેશા
હાલમાં વાહન માલિકોને તેમના મોબાઇલ પર સંદેશા મળી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બધા રજિસ્ટર્ડ વાહનો માટે આધાર આધારિત મોબાઇલ નંબર અપડેશન જરૂરી છે. આ માટે એમને MoRTHના સત્તાવાર પોર્ટલ parivahan.gov.in પર જવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યાં ‘વાહન’ અને ‘સારથી’ નામના બે અલગ અલગ વિભાગો ઉપલબ્ધ છે, જેમના દ્વારા તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.
મોબાઇલ નંબર ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવો?
વાહન વિભાગ દ્વારા:
- સૌપ્રથમ parivahan.gov.in પોર્ટલ ખોલો.
- “વાહન આધારિત સેવા” પસંદ કરો.
- આધાર દ્વારા મોબાઇલ નંબર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું વાહન નોંધણી નંબર, ચેસિસ નંબર, એન્જિન નંબર અને નોંધણી તારીખ દાખલ કરો.
- નોંધણી માન્યતા તારીખ પણ ઉમેરો.
- ત્યારબાદ ચકાસણી કોડ (captcha) ભરીને “સબમિટ” પર ક્લિક કરો.
- તમારા રજીસ્ટર્ડ મોબાઇલ પર OTP આવશે, જે નાખીને પ્રક્રિયા પુરી કરો.
સારથી પોર્ટલ દ્વારા અપડેટ કરવાની રીત:
- “સારથી” વિભાગમાં આપેલા QR કોડ સ્કેન કરો અથવા સીધી પોર્ટલ પર જાઓ.
- તમારું ડ્રાઈવિંગ લાયસન્સ નંબર (DL) દાખલ કરો.
- તમારી જન્મ તારીખ, રાજ્ય પસંદ કરો અને કેપ્ચા કોડ ભરો.
- હવે OTP દ્વારા પુષ્ટિ કરીને મોબાઇલ નંબર અપડેટ કરો.
આ નવી પ્રક્રિયા રજિસ્ટર્ડ વાહન માલિકો અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનારા માટે ખૂબ ઉપયોગી છે. તેમ છતાં, જો મોબાઇલ નંબર સમયસર અપડેટ નહીં થાય, તો તમારું ચલણ વધુ થઈ શકે છે અથવા વાહન સંબંધિત સેવાઓમાં વિલંબ થઈ શકે છે. તેથી આ પગલું તાત્કાલિક ભરો.