VIDEO: ભીડવાળા ટ્રાફિકની વચ્ચે યુવતીને લાતો અને મુક્કા માર્યા, જુઓ શું હતું હિંસાનું કારણ
પુણેના સહકારનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિઠ્ઠલ પવારે જણાવ્યું કે મંગળવારે મોડી રાત સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નહોતી, તેમ છતાં વીડિયો અંગે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના પુણેમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક યુવક ભરચક ટ્રાફિકની વચ્ચે યુવતીને વારંવાર લાત-થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે. ચોંકાવી દેનારો આ વીડિયો પુણેના કેકે માર્કેટ વિસ્તારનો છે. આ ઘટનાને દૂરથી કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે પુણે-સતારા રોડ પર કેકે માર્કેટથી ચવ્હાણ નગર તરફ જતા રસ્તા પર બની હતી.
યુવતીને થપ્પડ, મુક્કા માર્યા
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કોઈને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે તેના હાથમાંથી છૂટીને ભાગી જાય છે. ત્યાર બાદ અચાનક એક યુવતી ત્યાં આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે. આટલામાં જ યુવક તેને મારવા લાગે છે. યુવતી પોતાને તેનાથી છોડાવીને એક ઓટોમાં બેસીને ત્યાંથી જતી રહે છે.
ट्रैफिक के बीच लड़की को जड़े लात-घूंसे…
पुणे के केके मार्केट इलाके में मंगलवार रात एक युवक ने लड़की को ट्रैफिक के बीच जमकर लात-थप्पड़ मारे.वीडियो में युवक लड़की को पकड़ने की कोशिश करता और उसे पीटता दिखाई दे रहा है.पुणे के सहकारनगर पुलिस स्टेशन के वरिष्ठ पुलिस निरीक्षक ने बताया… pic.twitter.com/1gyDYytlEA
— NDTV India (@ndtvindia) October 1, 2025
ભર રસ્તા પર યુવતીને ખરાબ રીતે માર માર્યો
યુવતીને ભર રસ્તા પર આટલી ખરાબ રીતે માર મારનાર યુવક કોણ છે અને માર મારવાનું કારણ શું છે, તે વિશે હાલમાં કોઈ માહિતી મળી શકી નથી. આ મામલે અત્યાર સુધી કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી. પરંતુ પોલીસ આ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે.
પુણેના સહકારનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિઠ્ઠલ પવારે જણાવ્યું કે મંગળવારે મોડી રાત સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નહોતી, તેમ છતાં વીડિયો અંગે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.