Human-animal bond: પ્રાણીઓ અને માનવીઓની હૃદયસ્પર્શી જોડાણ: હાથીઓ અને રખેવાળનો ખાસ મોમેન્ટ
Human-animal bond: થાઇલેન્ડમાં સેવ એલિફન્ટ ફાઉન્ડેશનના સ્થાપક લેક ચેલેર્ટે ઇન્સ્ટાગ્રામ પર હાથીઓ અને તેમના રખેવાળ વચ્ચેની એક હૃદયસ્પર્શી વિડીયો ક્લિપ શેર કરી છે, જે માનવ અને પ્રાણી વચ્ચેના ઊંડા ભાવનાત્મક બંધનને ઉજાગર કરે છે.
વિડીયોમાં બે હાથીઓ શાંતિથી રખેવાળની નજીક ઉભા છે અને એક હાથી ધીમે ધીમે તેની સૂંઢ લંબાવીને પ્રેમભર્યા હાવભાવથી સ્પર્શ કરે છે. હાથીએ ગાવાની કોશિશ કરતા જોવા મળે છે, જે એક અનોખું સંગીતમય દૃશ્ય બનાવે છે.
લેક ચેલેર્ટે કહ્યું, “હાથીઓની જરૂરિયાતો આપણા જેવી જ છે – સુરક્ષા, પ્રેમ અને શાંતિ. જો આપણે પ્રાણીઓ સાથે સમાનતા અને પ્રેમથી વર્તન કરીશું, તો આપણે તેમની અંદર રહેલી અદભૂત સુંદરતા જોઈ શકીશું.”
View this post on Instagram
તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું, “હાથીઓ સાથેનો સમય મારો સૌથી શાંતિપૂર્ણ અને ખુશીભરો અનુભવ છે. તેમની ખુશી મારી ખુશી છે.”
આ વિડીયો સોશિયલ મીડિયા પર હળવાશ અને પ્રેમના ભાવ સાથે 1,41,000થી વધુ વાર જોવામાં આવ્યો છે. વપરાશકર્તાઓએ તેને અત્યંત હૃદયસ્પર્શી અને સુંદર ગણાવી છે. એક યુઝરે કહ્યું, “આ સૌથી શાંતિપૂર્ણ દૃશ્ય છે.” બીજાએ લખ્યું, “આ પ્રેમની શુદ્ધતા છે.”