Viral ration card notice: સોશિયલ મિડિયામાં વાયરલ થયું 1947નું રેશનકાર્ડ નોટિસ, પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ
Viral ration card notice: પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યા બાદ, એક જૂની રેશન કાર્ડ નોટિસે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ નોટિસ ૧૯૪૭ની હોવાનું કહેવાય છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભાગલા દરમિયાન દિલ્હી રેશનિંગ વિભાગ દ્વારા જારી કરવામાં આવી હતી. નોટિસમાં લખ્યું છે, “૧૯૪૭: દિલ્હી રેશનિંગ દ્વારા નોટિસ. શું તમે પાકિસ્તાન જઈ રહ્યા છો? જો હા, તો કૃપા કરીને તમારું રેશન કાર્ડ સબમિટ કરવાનું ભૂલશો નહીં.”
આ નોટિસ 30 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને 8,000 થી વધુ વ્યૂઝ મળ્યા હતા અને લોકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ મળી હતી. એક યુઝરે આ નોટિસ ઉર્દૂમાં છાપવાની જરૂરિયાત વ્યક્ત કરી, જ્યારે બીજા યુઝરે ભાગલા દરમિયાન આવી નોટિસની સત્યતા પર સવાલ ઉઠાવ્યા.
૨૨ એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે ટૂંકા ગાળાના વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. જોકે, ઘણા પાકિસ્તાની નાગરિકો દાયકાઓથી ભારતમાં રહી રહ્યા છે. દરમિયાન, દિલ્હી રેશનિંગ વિભાગની આ ૧૯૪૭ની નોટિસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી.
1947 :: Notice by Delhi Rationing
" Are You Leaving For Pakistan ?
If So, Please Do Not Forget to Surrender Your Ration Cards " pic.twitter.com/hcUfMyV61b
— indianhistorypics (@IndiaHistorypic) April 30, 2025
કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે કડક સમય મર્યાદા નક્કી કરી છે. જે લોકો આનું પાલન નહીં કરે તેમને મહત્તમ ત્રણ વર્ષની જેલ અને 3 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ આદેશ “ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ” હેઠળ છે જે 4 એપ્રિલ, 2025 થી અમલમાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા અથવા વિઝા શરતોનું ઉલ્લંઘન કરવા પર સજા કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ પાકિસ્તાની નાગરિક નિર્ધારિત સમય મર્યાદાથી વધુ સમય માટે રોકાય નહીં. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ આ આદેશ વધુ કડક બનાવવામાં આવ્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.