કોણ છે ૨૧ વર્ષીય જેમ્સ કોલ્સ? ‘ધ હન્ડ્રેડ’ ઓક્શનમાં લાગી જેકપોટ બોલી, ૪.૮ કરોડમાં વેચાયો આ સ્ટાર ઓલરાઉન્ડર

2 Min Read

કોણ છે 21 વર્ષીય જેમ્સ કોલ્સ? ‘ધ હન્ડ્રેડ’ ઓક્શનમાં આ યુવા ઓલરાઉન્ડર પર લાગી ₹4.8 કરોડની બોલી

ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ ‘ધ હન્ડ્રેડ’ 2026ના ઓક્શનમાં 21 વર્ષના યુવા ખેલાડી જેમ્સ કોલ્સે ઈતિહાસ રચી દીધો છે. લંડન સ્પિરિટની ફ્રેન્ચાઈઝીએ સસેક્સના આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરને ખરીદવા માટે 3,90,000 પાઉન્ડ એટલે કે આશરે 4.8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આટલી મોટી રકમ સાથે કોલ્સ આ ઓક્શનના સૌથી મોંઘા ખેલાડીઓમાં સ્થાન પામ્યા છે, જેને પગલે ક્રિકેટ જગતમાં હાલ તેમના નામની જોરદાર ચર્ચા થઈ રહી છે.

james1.jpg

- Advertisement -

માત્ર 16 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ

ઈંગ્લેન્ડના બકિંગહામશાયરમાં જન્મેલા જેમ્સ કોલ્સની ગણના દેશના સૌથી આશાસ્પદ યુવા ઓલરાઉન્ડરોમાં થાય છે. જમણા હાથના બેટ્સમેન અને સ્લો લેફ્ટ-આર્મ ઓર્થોડોક્સ સ્પિન બોલિંગ કરતા કોલ્સે સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબના યુથ સિસ્ટમમાંથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે વર્ષ 2020માં માત્ર 16 વર્ષની ઉંમરે સસેક્સ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી તેઓ ઘરેલું ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

SA20 લીગમાં મચાવી હતી ધૂમ

જેમ્સ કોલ્સે માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં પરંતુ વિદેશી લીગમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. સાઉથ આફ્રિકાની SA20 લીગમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ તરફથી રમતા તેમણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ગત સિઝનમાં માત્ર 5 ઇનિંગ્સમાં તેમણે 170.78 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 152 રન બનાવ્યા હતા અને 5 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત, તેઓ ઈંગ્લેન્ડની અંડર-19 ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે અને આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં પણ રમી ચૂક્યા છે.

- Advertisement -

james.jpg

T20 ફોર્મેટમાં શાનદાર આંકડા

ટૂંકા ફોર્મેટમાં જેમ્સ કોલ્સના આંકડા તેમની આક્રમકતાની સાક્ષી પૂરે છે. અત્યાર સુધી રમાયેલી 67 મેચોમાં તેમણે 28.63ની સરેરાશ અને 148.23ના સ્ટ્રાઈક રેટ સાથે 1260 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ તેમણે 26.00ની એવરેજથી 50 વિકેટો પોતાના નામે કરી છે. ‘ધ હન્ડ્રેડ’માં અગાઉ તેઓ સધર્ન બ્રેવ ટીમનો હિસ્સો હતા, જ્યાં તેમણે 16 મેચમાં 168 રન અને 6 વિકેટ મેળવી હતી. હવે લંડન સ્પિરિટ માટે આ મોંઘો ખેલાડી શું કમાલ કરે છે, તેના પર સૌની નજર રહેશે.

Share This Article