ઘરકામથી ગૃહ ઉદ્યોગ સુધી મધુબેન મકવાણાની આત્મનિર્ભર બનવાની પ્રેરક કહાણી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

સોશિયલ મીડિયા સાથે જોડાઈ ભરતગૂંથણનો વ્યવસાય બન્યો સફળ

આજના સમયમાં મહિલાઓ માત્ર ઘરકામ સુધી સીમિત રહી નથી, પરંતુ પોતાની પ્રતિભા અને કુશળતાના બળે આર્થિક રીતે મજબૂત બનતી જઈ રહી છે. ઘર અને પરિવારની જવાબદારીઓ નિભાવતા નિભાવતા અનેક મહિલાઓએ ગૃહ ઉદ્યોગનો માર્ગ અપનાવ્યો છે. ખાખરા, અથાણાં, પાપડ, મસાલા, ઘરેલું નાસ્તા તેમજ હસ્તકલા જેવી પ્રવૃત્તિઓ દ્વારા તેઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે. ઓછા મૂડી રોકાણમાં ઘરેથી શરૂ થઈ શકે એવા વ્યવસાયો મહિલાઓ માટે આશાસ્પદ વિકલ્પ બની રહ્યા છે.

સખી મંડળ સાથે જોડાઈ બદલાયું જીવન

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે રહેતા મધુબેન મકવાણા અગાઉ માત્ર ઘરકામ સુધી જ સીમિત હતા. લગભગ એકથી દોઢ વર્ષ પહેલા તેઓ સખી મંડળ સાથે જોડાયા બાદ તેમના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો. સખી મંડળના માર્ગદર્શન અને સહકારથી તેમણે ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો અને આત્મનિર્ભર બનવાની દિશામાં પગલું ભર્યું. આજે મધુબેન ઘરકામ સાથે વ્યવસાય પણ સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.

Women Home Based Business 2.jpeg

- Advertisement -

ભરતગૂંથણમાંથી ઊભી કરી આવકની તક

મધુબેન હાલ ભરતગૂંથણની અંદાજે 15 થી 20 પ્રકારની વસ્તુઓ તૈયાર કરે છે. તોરણ, ટોડલિયા, ભરતગૂંથણના રૂમાલ, થેલીઓ જેવી આકર્ષક વસ્તુઓની બજારમાં સારી માંગ છે. આ તમામ વસ્તુઓ તેઓ પોતાના ઘરેથી સોશિયલ મીડિયા દ્વારા વેચે છે. આજના આધુનિક યુગમાં પરંપરાગત હસ્તકલા સાથે આધુનિક વેચાણ માધ્યમ જોડાતા આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Women Home Based Business 1.jpeg

- Advertisement -

ઘરેથી વ્યવસાય અને મહિને સ્થિર કમાણી

મધુબેન મકવાણાના જણાવ્યા મુજબ, તેઓ બનાવતી વસ્તુઓની કિંમત રૂ. 100 થી શરૂ થઈ રૂ. 1,500 સુધી જાય છે. બહેનો સાથે મળીને તેઓ જુદા જુદા શહેરોમાં પણ આ વસ્તુઓનું વેચાણ કરે છે. સરેરાશ મહિને આશરે રૂ. 15,000 જેટલી આવક થતી હોવાથી પરિવારને આર્થિક સહારો મળી રહ્યો છે. ઘરેથી વ્યવસાય ચલાવીને આત્મવિશ્વાસ અને સ્વાભિમાન બંનેમાં વધારો થયો છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.