અમેરિકા માં રાષ્ટ્રપતિ ની ચૂંટણી ભારે કટોકટ અને ઉત્સુકતા સભર બની છે ત્યારે આજે સવારે બાઇડન સતત આગળ ચાલી રહ્યા છે અને બરાક ઓબામા નો રેકર્ડ તોડતા આ વાત વિશ્વસ્તરે નોંધપાત્ર બની ગઈ છે.
અમેરિકા ના પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે પરંતુ મતદારો નો મિજાજ જોતા હાલ તો બાજી બાઈડનના હાથમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, તે 253 ઈલેક્ટોરલ વોટ જીતી ચુક્યા છે. ટ્રમ્પના ખાતામાં 214 વોટ છે. બાઈડને તેમની પાર્ટીના બરાક ઓબામાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ગુરુવાર સવાર સુધી બાઈડન 7 કરોડ 10 લાખ વોટ મેળવી ચુક્યા હતા. 2008માં ઓબામાને 6 કરોડ 94 લાખ 98 હજાર 516 વોટ મળ્યા હતા. આમ આ બાબત દુનિયાભરમાં નોંધપાત્ર બની છે.
