કાબુલઃ અફઘાનિસ્તાનમાં હાલ ચારેય બાજુ તાલિબાની રાજ છે ત્યારે તેના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ અને પ્રજા સાથે ગદ્દારી કરીને વિદેશી ભાગી ગયા છે. તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયેલા અશરફ ગની રોકડ નાણાંથી ભરેલી ચાર કાર અને એક હોલિકોપ્ટરની સાથે કાબુલની દેશમાંથી ભાગી ગયા છે. રશિયન ન્યૂઝ એજન્સી અને કેટલાંક પ્રત્યક્ષ દર્શીઓના હવાલે આ એજન્સીએ કહ્યુકે, અશરફ ગનીને થોડાક નાણા છોડીને જ જવુ પડ્યુ કારણ તેઓ તેને સાથે લઇ જઇ શક્યા ન હતા.
કાબુલમા રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઇંશચેન્કોએ કહ્યુ કે, ચાર કાર કેશથી ભરેલી હતી. ત્યારબાદ તેમણે થોડીક રકમ હેલિકોપ્ટરમાં મૂકી. ત્યારબાદ પણ તેઓ બધી રકમ મૂકી શક્યા નથી અને થોડાક નાણાં એમ જ મૂકી દેશમાંથી ભાગી ગયા. રશિયન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યુ કે, પ્રત્યક્ષદર્શી પાસેથી મળેલી માહિતીઓ અનુસાર આ વાત જણાવી છે.
હાલ અશરફ ગની ક્યા છે તેની અંગે કોઇ માહિતી નથી. અલબત્ત મીડિયા રિપોર્ટ્માં એવો દાવો કરાયો છે કે, તેઓ ઓમાન પોહંચી ગયા અને તેમને તાજિકિસ્તાન અને કઝાકિસ્તાને પોતાના દેશમાં આવવાની મંજૂરી આપી નથી. કહેવાય છે કે, ઓમાન થઇને તેઓ અમેરિકા જવાની તૈયારીમાં છે.
અફઘાનિસ્તાનમાંથી નીકળતા પહેલા ફેસબુક પર લખેલી એક લાંબી પોસ્ટમાં અશરફ ગનીએ કહ્યુ કે, તેઓ દેશમાં જાનહાની રોકવા માટે આવુ કરી રહ્યા છે. જો તેઓ ત્યાં રહેશે તો તેમના સમર્થકો રોડ રસ્તા પર આવી જશે અને તાલિબાનના હિંસક વલણથી મોટી જાનહાની થશે.
તાલિબાને રવિવાર કાબુમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે તાલિબાને અફઘાનિસ્તાનના લગભગ સમગ્ર વિસ્તાર પર પોતાના કબજો જમાવી લીધો છે. અમેરિકા અને નાટો સેનાની વાપસી બાદ તાલિબાને અફઘાનિસ્તાનમાં આતંક મચાવ્યો છે. કંધાર, ગજની સહિત તમામ મોટા શહેરો પર કબજો જમાવી તાલિબાન કાબુલ આવી પહોંચ્યા છે. માત્ર 22 દિવસમાં જ તાલિબાને કાબુલ પર કબજો મેળવી લીધો છે.