અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયા ને કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન મેનેજરે જણાવ્યુ હતું કે હવે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન ટ્રમ્પના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો વર્ચ્યુઅલ આયોજીત કરાશે. આ નિર્ણય ટ્રમ્પના કોવિડ-19થી સંક્રમિત થયા બાદ લેવાયો છે.
કેમ્પેઇન મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે જોડાયેલા કાર્યક્રમોને મોકૂફ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અભિયાનના અન્ય તમામ કાર્યક્રમો એક પછી એક નક્કી કરવામાં આવશે અને અમે આગામી દિવસોમાં કોઈ પ્રાસંગિક જાહેરાત કરીશું. જો કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ચૂંટણી પ્રચાર ચાલુ રાખશે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ કોરોના પોઝિટિવ આવતા ચૂંટણી ના પ્રચાર ને અસર પહોંચી છે.
બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ પોતે અને ફર્સ્ટ લેડી મેલેનિયા કોરોના સંક્રમિત થયા છે. ટ્રમ્પે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેઓએ ટ્વિટમાં લખ્યું કે, “આજે રાત્રે મારો અને મેલેનિયાનો તપાસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમે અમારી કોરેન્ટાઇન અને રિકવરી પ્રક્રિયા ઝડપથી શરૂ કરીશું.” આમ અમેરિકામાં ચુંટણીઓ ના ફૂંકાયેલા બ્યુગલ વચ્ચે છેલ્લી ઘડીએ ટ્રમ્પ અને તેમના ધર્મપત્ની કોરોના માં સપડાતા તેઓ હવે હોસ્પિટલમાં રહેવુ પડશે.
