કોરોના બેફામ બનતા અને જનતા ના નોકરી ધંધા ને અસર થતા જનતા ને રાહત આપવા માટે ફરી વધુ એકવાર સરકાર આગળ આવી છે અને અમેરિકામાં સરકારે એટલું મોટું રાહત પેકેજ જાહેર કર્યુ કે નાગરિકોને રોજના રૂ.6000 સીધા તેમના ખાતા માં જાય તે મુજબ તાત્કાલીક પગલાં લીધા છે.
અમેરિકાએ પોતાના દેશ ના વેપારીઓ તેમજ નોકરિયાતો અને ખેડૂતો સહિત ના જરૂરીયાતમંદ લોકોની સહાયતા માટે 900 અબજ ડોલર એટલે કે લગભગ 72 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.પેકેજ અંતર્ગત દર અઠવાડિયે બેરોજગારોને $ 300 એટલે કે અંદાજે 22000 રૂપિયાની સહાય અને જરૂરિયાત વાળા વર્ગને દર અઠવાડિયે $ 600 એટલે કે 44000 રૂપિયાની સહાય આપવામાં આવશે. નવી જોગવાઈઓ હેઠળ વ્યવસાયો, શાળાઓ અને આરોગ્ય સેવાઓને સૌથી વધુ મદદ કરી સરકાર બેઠા કરશે.
આ રાહત પેકેજ અંગે લાંબી ચર્ચા ચાલી હતી. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડને કોરોના વાયરસ રોગચાળાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સમર્થન જાહેર કરતા અમેરિકામાં વસતા લોકો ને તરત જ રાહત મળે અને બેરોજગાર યુવાનો ને પણ ઘર બેઠા બેરોજગારી ભથ્થા મળશે.
