અમેરિકાના પરિમાણુ હથિયારોના ભંડારની દેખરેખ કરનાર રાષ્ટ્રીય પરમાણું સુરક્ષા પ્રશાસન (એનએનએસઇ) અને ઊર્જા વિભાગ (ડીઓઇ)ના નેટવર્ક પર મોટો સાયબર એટેક કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન હેકર્સે મોટા જથ્થામાં ગુપ્ત દસ્તાવેજોની ચોરી કરી લીધી છે. આ સાયબર એટેકથી ઓછામાં ઓછા અડધા ડઝન સરકારી એજન્સીઓ પ્રભાવિત થઇ છે.
અમેરિકન કોંગ્રેસને હેકિંગની ઘટનાન જાણ કરાઇ
અમેરિકન મીડિયા પોલિટિકોની રિપોટ મુંજબ ઊર્જા વિભાગના મુખ્ય સુચના અધિકારી રોકી કેપિયોને આ ઘટનાની પૃષ્ટિ કરી છે. ત્યારબાદ રાષ્ટ્રીય પરમાણું સુરક્ષા પ્રશાસન અને ઊર્જા વિભાગની ટીમે હેકિંગ સાથે જોડાયેલી તમામ માહિતીઓ યુએસ કોંગ્રેસ સમિતિને મોકલી દીધી છે. જલ્દીથી સરકાર તરફથી આ મામલે નિવેનદ જારી કરવામાં આવી શકે છે.
અમેરિકાના આ એજન્સીઓમાં હેકર્સે કરી ઘુષણખોરી
એ એજન્સીઓમાં સુરક્ષા અધિકારીઓએ શંકાસ્પદ ગતિવિધિઓનેં રેકોર્ડ કરી છે તેમાં ન્યુ મેક્સિકો અને વોશિંગ્ટનની ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમીશન (આઇએફઆરસી), સેન્ડિયા રાષ્ટ્રીય પ્રયોગશાળા ન્યુ મેક્સિકો અનો લોસ અલામોસ રાષ્ટ્રીય પ્રયોગશાળા વોશિંગ્ટન, રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા પ્રશાશનના સુરક્ષિત પરિવહન કાર્યાલય અને રિચલેન્ડ ફિલ્ડ ઓફિસ શામેલ છે. આ તમામ વિભાગ અમેરિકાના પરમાણુ હથિયારોના ભંડારને નિયંત્રિત અને તેમના સુરક્ષિત પરિવહનની ખાતરી કરે છે.