અમેરિકાના બાઇડન ડબલ ઢોલકી ની રમત રમી રહયા હોય તેમ ભારત સાથે દોસ્તી ની વાતો કરતા કરતા પાકિસ્તાન ને પણ નારાજ કરવા માંગતા નથી અને અમેરિકાએ ફાઇટર જેટ F-16ને અપગ્રેડ કરવા પાકિસ્તાન એરફોર્સને 3.58 હજાર કરોડ રૂપિયા ની મદદ કરતા આ બાબત ચર્ચાનો વિષય બની છે.
જોકે આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે અર્થવ્યવસ્થાના ભયાનક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે ચીન અને અમેરિકા બંને પાસેથી પૈસા મળી રહ્યા છે.
પાકિસ્તાન હાલ ચીનનું સૌથી મોટું દેવાદાર છે,ઈકોનોમિક સર્વે ઓફ પાકિસ્તાન 2021-22ના રિપોર્ટમાં પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન પર કુલ 6.97 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને પોતાની તરફ લાવવા માટે અમેરિકા પાકિસ્તાનને મદદે આવ્યું છે.
પાકિસ્તાનને 39 વર્ષ જૂના ફાઈટર જેટના અપગ્રેડેશન માટે અમેરિકાએ આ મદદ કરી છે.
પાકિસ્તાને F-16ના સૈન્ય અપગ્રેડેશન અને મેઇન્ટેનન્સ માટે અમેરિકા પાસેથી મદદ માગી હતી. આ પછી જ અમેરિકાની જો બાઈડન સરકારે પાકિસ્તાનને 3580 કરોડ આપવાનો નિર્ણય કર્યો છે.
આમ, અમેરિકા ભારતની પીઠમાં છરો ભોકવાનું કામ કરતા ભારતીય સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે.