કોરોના નો ત્રીજો રાઉન્ડ વિશ્વ માં ઝડપથી સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને અમેરિકામાં કોરોના સંક્રમણથી મરનારની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે અહીં માત્ર છેલ્લા 24 કલાક માજ કુલ 2 હજાર 15 દર્દીનાં મોત થઇ ચુક્યા છે. મે મહિના બાદ એક જ દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.અહીં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે ક્રિસમસ દરમ્યાન કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ શકે છે.
જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે અમેરિકાના જ અમુક જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે જો હાલ પણ સ્વતંત્રતાના નામે કડક પગલાં લેવાનું ટાળતા રહીશું તો હોસ્પિટલમાં જગ્યા પણ નહીં વધે.
અમેરિકામાં સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીએ દેશના નાગરિકોને અપીલમાં કહ્યું હતું કે, તે થેક્સગિવિંગ ડે પર મુસાફરી કરવાનું ટાળે. સીડીસીના ડાયરેક્ટર ડોક્ટર હેનરી વેકે કહ્યું હતું કે, આપણે જેટલી વધુ મુસાફરી કરીશું, મહામારીનું જોખમ એટલું જ ઝડપથી ફેલાતું જશે. જે બધા માટે જોખમી છે. તેમ છતાં જો તમે યાત્રા કરવા જ માગો છો તો દરેક ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. અમે જાણીએ છીએ કે રજાઓ માણવી બધાને ગમે છે, પણ કેટલાક જોખમને નજરઅંદાજ ન કરી શકાય. માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાતે સીડીસી અમુક નવી ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે.
