અમેરિકામાં પરિસ્થિતિ વણસી છે અને હવે ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે.અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા અને ફાયરિંગ ના બનાવ વચ્ચે ભારે ચકચાર મચી ગઇ છે ત્યારે મોટા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં ટ્વિટર, ફેસબુકે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ટ્વિટરે ચેતવણી આપી છે કે, ટ્રમ્પે ભવિષ્યમાં નિયમ તોડ્યા તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે. આમ હવે સોશ્યલ સાઇટ્સ ઉપર પણ ટ્રમ્પ સામે પગલાં ભરતા ભારે હંગામો મચી ગયો છે.
